અઠવાડિયાનું 8 હજાર તોતિંગ વ્યાજ લઈ વ્યાજખોર ઈલિયાસે સોની પ્રૌઢને આપઘાતનો પ્રયાસ કરવાં મજબુર કર્યા - At This Time

અઠવાડિયાનું 8 હજાર તોતિંગ વ્યાજ લઈ વ્યાજખોર ઈલિયાસે સોની પ્રૌઢને આપઘાતનો પ્રયાસ કરવાં મજબુર કર્યા


વ્યાજખોરો સામે સરકારે મુહિમ ઉપાડી હોવા છતાં વ્યાજખોરો બેલગામ થઈ ડાયરીના નામે તોતિંગ વ્યાજે રૂપિયા આપી સામાન્ય લોકોનું જીવવું હરામ કરી નાંખતા હોય છે. તેવો જ બનાવ મેટોડામાં સામે આવ્યો છે. વ્યાજખોરના ત્રાસથી સોની પ્રૌઢનું જીવવું હરામ કરી નાંખતા અંતે તેઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, મેટોડામાં બાલાજી વેફર્સ સામે રહેતાં રાજેશભાઇ અમૃતલાલ પારેખ (ઉ.વ.45) ગઈકાલે પોતાના ઘરે હતાં ત્યારે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેઓને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો.
વધુમાં રાજેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ચાલક છે અને કોરોના કાળ પેહલાં તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં અને તે સમયે તેઓએ ફ્લેટ પણ લીધો હતો. બાદમાં કોરોના કાળ દરમિયાન તેઓની નોકરી છૂટી જતાં ફ્લેટના હપ્તા ભરવા માટે વ્યાજના વિષચક્રમાં ફસાયા હતાં. તેઓએ વ્યજખોર મેટોડાના ઈલિયાસ પાસેથી એક લાખ 10 ટકા લેખે અઠવાડિયાના 8 હજારની ડાયરીમાં લીધાં હતાં.
રણજીત ભરવાડ નામના વ્યજખોર પાસેથી રૂ.1.45 લાખ ઊંચા વ્યાજે લીધાં હતાં. બંને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલું કરી તેઓનું જીવવું હરામ કરી નાંખ્યું હતું. તેમજ તેમની રિક્ષાની આરસી બુક લઈ રૂપિયા ભરી જા જે નહિતર રીક્ષા પણ લઈ જાસું ધમકી આપતા પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે સોની પ્રૌઢનું નિવેદન નોંધી તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.