રાજકોટમાં પોપટપરાનું નાલુ માથાના દુખાવા સમાન, વરસાદ વરસ્યાના 16 કલાક બાદ પણ પાણીની રેલમછેલ
રાજકોટમાં વરસાદ કેટલો પડ્યો એ જો જાણવું હોય તો જંકશન રેલ્વે સ્ટેશન પાસે આવેલું પોપટપરા નાલાએ પહોંચી જવું પડે. જ્યાં એક ઇંચ વરસાદમાં જળબંબાકાર સર્જાય અને વરસાદી પાણી ભરાઈ જાય છે. સોમવારે રાજકોટમાં સાંજે 6.30 કલાકે વાતાવરણ બદલાયું હતું. 30 મિનિટ સુધી વાદળો છવાયા બાદ સાંજે 7.00 કલાકે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. તેને 16 કલાક વીતી ગયા છે. છતાં નાલામાં હજુ પણ પાણી ઓસર્યા નથી. અને હજુ સુધી પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.