બોટાદ ખાતે સરકારી હાઈસ્કુલના પટાંગણમાં ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે
રાજયકક્ષાનાં મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાનાં હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે
બોટાદ જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ ખાતે થનાર છે. સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી *માન. રાજયકક્ષાનાં મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ શ્રી વિનોદભાઈ મોરડીયા ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. રાષ્ટ્રભકિતના અનોખા માહોલ વચ્ચે બોટાદવાસીઓ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
બોટાદ ખાતે યોજાનાર આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.