હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં “કલાપી બેટરી” નામની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ગોધરા ગોંગને ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૨,૦૪,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.વિસ્તારમાં તા.૦૨/૦૪/૨૦૨૪ ના ક.૧૮/૩૦ થી
Shot on OnePlus
તા.૦૩/૦૪/૨૦૨૪ ના ક.૦૮/૩૦ વાગ્યાના કોઇપણ સમયગાળા દરમ્યાન મોજે ઇલોલ ચાર રસ્તા બાયપાસ રોડ ખાતે આવેલ સીગ્મા કોમ્પલેક્ષમાં "કલાપી બેટરી" નામની દુકાનમાંથી કોઈ અજાણ્યા ઇસમોએ અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હોય જે બાબતે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૦૨૫૯/૨૦૨૪ ઈ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હોઓ શોધી તથા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા સુચના આપેલ જે આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે બનેલ બેટરી ચોરીના બનાવ બાબતે
સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલન્સ કરતાં સદર ગુન્હામાં હોન્ડા સીટી જેવી ફોરવ્હીલ ગાડીનો ઉપયોગ કરેલ હોય જે બાબતે પો.કો. પ્રહર્ષકુમાર તથા પો.કો. નિરીલકુમાર નાઓના ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ માહિતી મળેલ કે, "ઉપરોક્ત ગુન્હો કરવામાં ગોલ્ડન કલરની હોન્ડા સીટી ગાડી નંબર GJO1HLO432 નો ઉપયોગ કરેલ હોય અને તે ચોરી સાહિદ અહેમદ ગોરા તથા સાજીદ બિલાલ યુસુફ ડમરી તથા તૌફીક ઐયુબ જાડી ત્રણેય રહે.ગોધરા ટાઉન, તા.ગોધરા, જી.પંચમહાલનાઓએ ભેગા મળીને કરેલ હોય* જે માહીતી આધારે ગઈ તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા (૧) સાહિદ અહેમદ મોહમંદ ગોરા, ઉ.વ.ર૧, રહે.પોલન બજાર મોહમંદી મહોલ્લો, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ (૨) સાજીદ બિલાલ યુસુફ ડમરી, ઉ.વ.૨૨, રહે.ગોંદરા મસ્જીિદની પાસે, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ (૩) તોફીક ઐયુબ હુસૈન જાડી, ઉ.વ.ર૧, રહે.રહેમતનગર મહોલ્લો ચિખોદરા, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ નાઓને પકડી પુછપરછ આધારે ચોરી કરેલ મુદ્દામાલ સિરાજભાઈ મોહમંદ મીઠાભાઈને આપેલ હોય જેની તપાસ કરતાં સિરાજભાઈ મોહમંદ મીઠાભાઈ,
Shot on OneP
ઉ.વ.૩૮, રહે. મોહમંદી મહોલ્લો પોલન બજાર, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ નાઓને પકડી તમામ ઇસમોની ઉપરોક્ત ગુન્હાના કામે વધુ પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, "સાહિદ અહેમદ મોહમંદ ગોરા તથા સાજીદ
બિલાલ યુસુફ ડમરી તથા તૌફીક ઐયુબ હુસૈન જાડી નાઓએ ભેગા મળીને આજથી આશરે છ દિવસ પહેલાં પોતાના કબ્જાની હોન્ડા સીટી ગાડી નંબર GJO1HL0432 માં
બેસી હિંમતનગર ખાતે આવેલ અને ઇલોલ ચાર રસ્તા બાયપાસ રોડ ખાતે આવેલ એક બેટરીની દુકાનનું તાળું તોડી તેમાંથી અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હતી અને તે બેટરીઓ સાથેના સિરાજભાઈ મોહમંદ મીઠાભાઈને
વેચાણ આપેલ છે."
તેમજ ઉપરોક્ત ઇસમો પૈકી સાહિદ અહેમદ મોહમંદ ગોરા તથા સાજીદ બિલાલ ચુસુફ ડમરી તથા તૌફીક ઐયુબ હુસૈન જાડી નાઓએ આ ગુન્હા સિવાય ભેગા મળીને નીચે મુજબના ગુન્હાઓ આચરેલાની કબુલાત કરેલ છે
1. આજથી આશરે વિસેક દિવસ પહેલાં વડાગામ તા.ધનસુરા ખાતેથી રાત્રીના સમયે એક બેટરીની દુકાનનું તાળું તોડી તેમાંથી અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હતી અને તે બેટરીઓ તેઓએ
છુટક વેચાણ કરી દીધેલ છે જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૪૨૪૦૧૪૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ:, ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો નોંધાયેલ છે.
2. આજથી આશરે પંદરેક દિવસ પહેલાં ટીંટોઈ તા.મોડાસા ખાતેથી રાત્રીના સમયે એક બેટરીની દુકાનનું તાળું તોડી તેમાંથી અલગ અલગ કંપનીની બેટરીઓની ચોરી કરેલ હતી અને તે બેટરીઓ તેઓએ છુટક
વેચાણ કરી દીધેલ છે. આમ સદર ચારેય આરોપીઓને અટક કરી વધુ તપાસ અર્થે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.