વિછીંયામાં લેન્‍ડ ગ્રેબીંગ અંગે ફરિયાદ કરનાર યુવકની હત્‍યા બાદ કલેકટર અને ઇન્‍ચાર્જ એસપી દોડી ગયા - At This Time

વિછીંયામાં લેન્‍ડ ગ્રેબીંગ અંગે ફરિયાદ કરનાર યુવકની હત્‍યા બાદ કલેકટર અને ઇન્‍ચાર્જ એસપી દોડી ગયા


પરીવારને મદદની ખાત્રી તમામ લેવલે કડક હાથે કામ લેવા સુચનાઃ બે મકાન ગેરકાયદેસરઃ પ ને નોટીસ ફટકારાઇઃ દબાણ હટાવવા આદેશો

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વીંછિયામાં લેન્‍ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા યુવક પર સાત શખ્‍સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત કર્યો હતો. યુવક આઇશરને રીપેર કરાવી રહ્યો હતો ત્‍યારે આ શખ્‍સો અચાનક ધસી આવ્‍યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં યુવકને પહેલાં વીંછિયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો જ્‍યાં તેનું મોત નીપજતાં બનાવ હત્‍યામાં પલટાયો હતો. બાદમાં મળતકની લાશ સ્‍વીકારવાનો ઇનકાર કરતા ગઈકાલે ખાતે વીંછીયા ખાતે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને ઇન્‍ચાર્જ જિલ્લા પોલીસ વડા પંડ્યા દોડી ગયા હતા અને પરિવારને સમજાવટ કર્યા બાદ પરિવારે મળતદેહ સ્‍વીકાર્યો હતો. કલેકટર દ્વારા અધિકારીઓને કડક હાથે કામ લેવા સુચના આપવામાં આવી હતી. તાત્‍કાલિક કાર્યવાહી અને આગામી ૧૫ તારીખ સુધીમાં ગેરકાયદેસર કામ પર બુલડોઝર ફેરવી દેવા પણ મામલદારને આદેશો કર્યા છે. કલેકટરે સમગ્ર મામલે જણાવ્‍યું હતું કે જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી અપાઇ છે. આરોપીઓને કડક સજા થાય તેવું પણ આશ્વાસન આપવામાં આવ્‍યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા હાલ ચાર જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં બે જેટલા ગેરકાયદેસર બાંધકામ સામે આવ્‍યા છે જેમને તાત્‍કાલિક નોટિસ આપવામાં આવી છે અને આગામી અઠવાડિયામાં ડિમોલેશનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.