નવા બની રહેલ ડામર રોડના કામમાં ધારાધોરણો મુજબ કામ નહીં કરી આંખે ઊડીને વળગતા ભ્રષ્ટાચાર સામે બે ગામના સરપંચ સહિત ગ્રામજનોએ બાંયો ચઢાવી રોડનું કામ કરાવ્યું બંધ
જિલ્લા કક્ષાએ અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરતા ડેપ્યુટી એન્જીનીયર પહોંચ્યા સ્થળ નિરીક્ષણ માટે સ્થાનિકોએ ધોમધખતા તાપ વચ્ચે અધિકારીને સમગ્ર રોડમાં થઈ રહેલ ગેરરીતિ દેખાડી માપ સાઈઝ કરાવતા કામમાં ક્ષતિ દેખાઈ આવી, અધિકારીએ મિડિયા સમક્ષ કઈ પણ બોલવાની મનાઈ કરતા સ્થાનિકો સમક્ષ કામમાં ગેરરીતિ થઈ રહી હોવાનું તેમજ કામ ક્ષતિ વાળું હોવાની કરી કબૂલાત તો સ્થાનિકોએ જ્યાં સુધી ધારાધોરણો મુજબ કામ ન થાય ત્યાં સુધી કામ ન શરૂ થવા દેવાની કરી વાત તો રાજ્ય કક્ષા સુધી રજુઆત પહોંચાડી તપાસની કરી વાત,ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે ડામર રોડ કામનો વિરોધ દર્શાવતાં કામ કરાવ્યું બંધ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી અને ખસ ગામ વચ્ચે 20 થી 25 વર્ષ બાદ ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે જે રોડનું કામ બિલકુલ ગુણવત્તા વગરનું તેમજ માત્ર ને માત્ર ડામર પાથરી અને કોઈપણ પ્રકારના રોલીંગ, વોટરીંગ કે જંગલ કટિંગ જેવા ધારાધોરણો નેવે મૂકીને કરાઈ રહ્યું છે, તો જે રોડ તૈયાર થઈ ચુકેલ છે તેમાં પણ 95 mm ઊંચાઈ હોવી જોઈએ એના બદલે માત્ર 50 થી 70 mm જ છે, જ્યારે ડામર ના નામે માત્ર લેયર કરી લોટ પાણી અને લાકડા જેવું કામ કરાતું હોવાનું જણાવતા નાની વાવડી અને ખસ ગામના સરપંચ ગ્રામપંચાયતના સભ્યો સહિતના ગ્રામજનો કામમાં ગેરરીતિ અંગે વિરોધ દર્શાવતાં રોડનું કામ અટકાવ્યું હતું અને જિલ્લા કક્ષાએ ટેલીફોનીક રજૂઆત કરી હતી જે રજૂઆત અને કામ બંધ કરાવવાથી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર પ્રજાપતિ સ્થળ પર લોકોની રજૂઆત સંભાળવા અને નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે ગ્રામજનો અને આગેવાનોએ ધોમધખતા તાપ વચ્ચે અધિકારીને રોડની કામગીરી દર્શાવી હતી જેમાં ડામર ની માત્ર ઔપચારિક લેયર ચઢાવી કામ કરાઈ રહ્યું હતું તેમજ તૈયાર થઈ ચુકેલ રોડ પર પણ લઈ જઈ ત્યાંનું માપ કરાવતા માપ 95 mm હોવું જોઈએ એના બદલે 50 થી 70 mm જ નીકળ્યું હતું જેને લઈ ગ્રામજનોએ આક્રોશ સાથે ડેપ્યુટી એન્જીનીયર ને કામમાં ધારાધોરણો નેવે મૂકી મસમોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સાબિત કરી બતાવ્યું હતું તો બોટાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર પ્રજાપતિ એ પણ સ્થાનિકો સમક્ષ કામમાં ગેરરીતિ અને ક્ષતિ હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવા જણાવ્યું હતું તો મિડિયા સમક્ષ અધિકારીએ કઈ પણ કહેવા ઈન્કાર કર્યો હતો ત્યારે લોકો સમક્ષ અધિકારીની કબૂલાત થી ભ્રષ્ટાચાર સાબિત થતાં સરપંચ સહિતના ગ્રામજનોએ પણ જ્યાં સુધી યોગ્ય ધારાધોરણ મુજબ કામ ન થાય ત્યાં સુધી કામ શરૂ નહીં થવા દેવા જણાવ્યું હતું અને જો યોગ્ય કામગીરી ન કરાય તો રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાની વાત મિડિયા સમક્ષ કરી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.