મહિલાઓને પીરિયડ્સ લીવથી એમને જ નુકસાન:આ રજા ફરજિયાત થશે તો મહિલાઓનું હાયરિંગ ઘટશે, કામકાજ પર અસર થશે; સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટમાં મહિલાઓને પીરિયડ લીવ આપવા માટે નીતિ બનાવવા માટે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવાની માગ કરતી અરજી પણ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓ માટે પીરિયડ લીવની માગ કરતી જનહિત અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી, પરંતુ મહિલા તથા બાલ વિકાસ મંત્રાલય સાથે આ સંબંધમાં એક આદર્શ નીતિ નક્કી કરવા માટે બધા પક્ષ અને રાજ્યો સાથે વાતચીત કરવાનું કહ્યું. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા તથા ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ નીતિ સાથે જોડાયેલાં મુદ્દા છે અને તેના પર કોર્ટે વિચાર કરવો જોઈએ નહીં. આ સિવાય, મહિલાઓને આ પ્રકારની રજા આપવા વિશે SCનો આવો નિર્ણય પ્રતિકૂળ અને 'હાનિકારક' સાબિત થઈ શકે છે, કેમ કે એમ્પ્લોયર તેમને કામ પર રાખવાથી બચી શકે છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે આ રજા મોટાભાગની મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને આ પ્રકારની રજાને જરૂરી બનાવવાથી મહિલાઓ વર્કફોર્સથી દૂર થઈ જશે. આપણે એવું ઇચ્છતા નથી, મહિલાઓની સુરક્ષા માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ, તે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પીરિયડ લીવ મળવાથી કામકાજ પર શું અસર પડશે?
કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે જો પીરિયડ લીવ આપવામાં આવી તો તેનાથી મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની રજા જરૂરી કરવાથી મહિલાઓ વર્કફોર્સમાંથી બહાર નીકળી જશે. જજની બેન્ચે કહ્યું, અમે એવું ઇચ્છતા નથી. હકીકતમાં આ સરકારની નીતિનો એક ભાગ છે અને આ અંગે કોર્ટે ધ્યાન આપવું જોઈએ નહીં. 'કોર્ટના દખલનું કોઈ કારણ નથી...'
SCએ વધુમાં નોંધ્યું કે અરજદાર જણાવે છે કે મે 2023માં કેન્દ્રને રજૂઆત કરવામાં આવી હતી. મુદ્દાઓ રાજ્યની નીતિના વિવિધ ઉદ્દેશ્યો ઉભા કરે છે, તેથી આ અદાલતે અમારા અગાઉના આદેશના પ્રકાશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અરજદારને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં સચિવ અને એએસજી ઐશ્વર્યા ભાટી સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની મંજૂરી આપીએ છીએ. અમે સચિવને વિનંતી કરીએ છીએ કે તે આ બાબતને નીતિ સ્તરે જોવા અને તમામ હિતધારકો સાથે વાત કર્યા બાદ નિર્ણય લે અને એક આદર્શ નીતિ બનાવી શકાય કે કેમ તે જણાવે. માસિક ધર્મમાં રજા માટે નિયમ બનાવવાની માગ
અરજીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને મહિલાઓ માટે લીવની સમસ્યામાં રજા માટે નિયમ બનાવવા માટે આદેશ જાહેર કરવાની માગ કરી હતી. આ અરજીમાં માતૃત્વ લાભ અધિનિયમ, 1961ની કલમ 14ને અસરકારક રીતે લાગુ કરવા માટે સુપ્રિમ કોર્ટને સૂચના આપવા માગ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તે સરકારને મેટરનિટી બેનિફિટ એક્ટ, 1961ની કલમ 14ને અસરકારક રીતે લાગુ કરવા સૂચના આપે. અરજીમાં ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમનને માસિક ધર્મના દુખાવા માટે રજા આપવાની માગ કરવામાં આવી હતી. બિહારમાં પીરિયડ લીવ મળે છે
વકીલ શૈલેન્દ્રમણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે મેટરનિટી બેનિફિટ એક્ટની જોગવાઈઓને લાગુ કરવા માટે ઈન્સ્પેક્ટરની નિમણૂક પણ સુનિશ્ચિત કરવી જોઈએ. હાલમાં, બિહાર એકમાત્ર રાજ્ય છે જે 1992ની પોલિસી હેઠળ ખાસ માસિક પીડા રજા આપે છે. આવી સ્થિતિમાં, દેશના અન્ય રાજ્યોમાં મહિલાઓને માસિક સ્રાવની પીડા અથવા માસિક રજાનો ઇનકાર કરવો એ બંધારણની કલમ 14 હેઠળ સમાનતા અને ગૌરવપૂર્ણ જીવન જીવવાના તેમના મૂળભૂત બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.