કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલીની મદદથી કિંમતી મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત આપવામાં આવેલ
કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલીની મદદથી કિંમતી મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત આપવામાં આવેલ
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક) એ. જી. ગોહીલ તથા "નેત્રમ" કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પી.એસ.આઇ. શ્રી એચ. એલ. પાથરનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ)અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪-૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૦૪/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલીના નાગરીકશ્રી જૈનમભાઇ અલ્પેશભાઇ મકવાણા રહે.માણેકપરા, અમરેલી તા..જી.અમરેલી વાળા અત્રે 'નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને જણાવેલ હોય કે, તેઓ આજરોજ તેઓની ગાડી નંબર GJ 14 AM 3177 લઇ એસ.ટી. બસ સ્ટેન્ડ અમરેલીથી તેના ઘર તરફ માણેકપરામાં જતા હતા તે દરમ્યાન તેઓનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા આશરે ૧૦૦૦૦/- નો રસ્તામાં પડી ગયેલ હોય, જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ના પોલીસ સ્ટાફ દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ તથા રેડ કોર્નર પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા રેડ કોર્નર પાસે એક બ્લુ કલર જેવું એકટીવા લઇ બે ઇસમો જતા હોય, જેમાંથી એક ઇસમ ઉતરી આ નીચે પડેલ મોબાઇલ ફોન લેતા જોવા મળેલ બાદ તેને ટ્રેસ કરતા તેઓ ગાડી લઇને જેસીંગપરા બાજુ જતા જોવા મળેલ હોય, બાદ જેસીંગપરા વિસ્તારમાં અરજદારશ્રીને સાથે રાખી તપાસ કરતા ટ્રેસ કરેલ એકટીવા મળી આવતા પોલીસ દ્વારા પુછપરછ કરતા તેઓને આ મોબાઇલ ફોન રેડ કોર્નર પાસે આવેલ બી.પી.એમ. સાયકલ સ્ટોર પાસે રસ્તામાં પડેલો મળેલ હોવાનું જણાવેલ હોય, જેથી જૈનમભાઇ અલ્પેશભાઇ મકવાણને મોબાઇલ ફોન બતાવતા આ મોબાઇલ ફોન તેઓનો હોવાનું જણાવેલ હોય, જે મોબાઇલ ફોન મૂળ માલીકને સહી સલામત પરત સોંપી આપેલ છે.
આ કામગીરી "નેત્રમ" કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પી.એસ.આઇ.શ્રી એચ. એલ. પાથરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ "નેત્રમ" કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના એ.એસ.આઇ. પ્રકાશભાઇ ગામીત, વિમળાબેન બોરીચા, હેડ કોન્સ. પ્રવિણભાઇ ભાલીયા, પોલીસ કોન્સ. રાજેશભાઇ હિંગુ, અશોકભાઇ ખેતરીયા, મેહુલભાઇ ભુવા, વૈભવભાઇ ચુડાસમા તથા ગૌતમભાઇ માઘડ વિ. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.