પલસાણાના ચલાથણ નજીક હાઇવે પરથી વિદેશીદારૂ ભરેલ કાર બે બુટલેગરને ઝડપી લેતી સુરત એલસીબી - At This Time

પલસાણાના ચલાથણ નજીક હાઇવે પરથી વિદેશીદારૂ ભરેલ કાર બે બુટલેગરને ઝડપી લેતી સુરત એલસીબી


​​​​​​​સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે બાતમી આધારે સેલવાસથી કારમાં દારૂ ભરી એક મહિલા તેમજ એક ઈસમ કાર લઈ સુરત શહેરમાં જઈ રહ્યા હતા આ દરમિયાન સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં ઝડપી 73 હજારનો દારૂ સહિત 2.88 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરી ત્રણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા

સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક તથા એલ.સી.બી શાખાના માણસો પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટર કે.જે.ધડુક તથા અ.પો.કો.અલ્તાફભાઈ ગફુરભાઈ ને સંયુક્ત રાહે બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક સીલ્વર કલરની હોન્ડા અમેજ ગાડી નંબર (GJ - 21 - CA - 3030) નો ચાલક ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી કડોદરા થઇ કામરેજ તરફ જનાર છે અને ગાડીમાં ડ્રાઈવર સીટની બાજુમાં આગળ એક લેડીસ બેસેલ છે તેવી ચોક્કસ બાતમીઆધારે મોજે ચલથાણ ગામની સીમમાં ચલથાણ સીલીકોન સોસયટીના ગેટની સામે ને.હા.નં -48 સર્વિસ પર કારને અટકાવી તપાસ કરતા કાર માંથી તેમજ કારની ડિક્કીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલી તથા ટીન બીયર બોટલો કુલ્લે નંગ 372 જેની મળી આવ્યા હતા પોલીસે કારચાલક સાહિલ ઉદ્દે સોહેલ અશોકભાઈ ઠેસિયા (રહે.સુરતી જકાતનાકા સરથાણા સુરત મૂળ અમરેલી )તેમજ બાજુની સીટ પર બેઠેલ વનિતાબેન શૈલેષભાઈ હિંગુ (રહે સુરત શહેરની અટકાયત કરી દારૂ મંગાવનાર તેમજ મોકલનાર મળી કુલ ત્રણ ઇસમને વોન્ટેડ જાહેર કરી 73,200/-ની કિંમતની વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ 2.88 લાખનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.