*જિલ્લા આરોગ્ય વિભાગ હવે ઓછા જન્મદર ધરાવતા ગામના સરપંચો સાથે બેઠક કરશે* *********** *જનજાગૃતિ કાર્યક્રમો થકી આરોગ્ય વિભાગ લોકોને જાગૃત કરશે* ********* *જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ* ***********
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઇથી તપાસીને નવા ત્રણ સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ પાંચ સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાનની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટિ થકી અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે. જિલ્લાના દરેક ગામમાં સ્ત્રીભ્રુણહત્યાનું પ્રમાણ ઘટે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઓછા જન્મદર ધરાવતા ગામોનું સર્વે કરવામાં આવશે અને સરપંચો સાથે બેઠક કરી સ્ત્રીજન્મદર વધારવા અંગેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લાના દરેક ગામનું જાતિપ્રમાણની વિગતો મેળવી તેવા ગામ અને શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા આવનાર સમયમાં જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે. જે ગામમાં જાતિપ્રમાણ દર વધુ હશે તે ગામને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ બેઠક્માં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણ,ગાયનેકોલોજીસ્ટશ્રી,સીવીલ હોસ્પિટલ,હિંમતનગર, પેથોલોજીસ્ટશ્રી , બાળ રોગ નિષ્ણાતશ્રી, જિલ્લા સરકારી વકિલશ્રી તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
. રિપોર્ટર....... મોહમ્મદ શફી તાંબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.