છોટાઉદેપુર લોકસભા ના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જોડાતા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપી પ્રતિક્રિયા.
છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, પોતાના સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેને લઈને કોંગ્રેસને છોટાઉદેપુર લોકસભા ના મતવિસ્તારમાં આવતા નર્મદા જિલ્લા માં મોટું નુકસાન જાય તેવું દેખાઈ રહ્યું છે. નારણભાઈ રાઠવા લોકસભા 2024 ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસના મતદારો જોઈ રહ્યા હતા તેઓએ પક્ષ પલટો થતા કોગ્રેસ પક્ષ ચિંતામાં મુકાય છે રાઠવા ને કોંગ્રેસ પક્ષ દ્વારા ઘણું બધું આપ્યુ છે જેમાં બે વાર સાંસદ સભ્ય અને એકવાર રાજ્ય સભા સાંસદ બનાવ્યા છે. અને સંગ્રામસિંહ રાઠવા ને 2023 વિધાનસભા પણ કોંગ્રેસે ટિકિટ આપીને ઉમેદવારી નોંધાવી હતી અને તેઓનો પરાજાય થયો હતો.
રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા તેઓના કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પાસે હાલ 156 ધારાસભ્ય છે અને 26 લોકસભાના સાંસદ પણ છે.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.