પ્રાંતિજના નનાનપુર ગામે ગ્રામજનો દ્વારા તા.13મી ઓગસ્ટે સવારના ત્રિરંગા રેલીનું આયોજન કરાયું. - At This Time

પ્રાંતિજના નનાનપુર ગામે ગ્રામજનો દ્વારા તા.13મી ઓગસ્ટે સવારના ત્રિરંગા રેલીનું આયોજન કરાયું.


પ્રાંતિજના નનાનપુર ગામે ગ્રામજનો દ્વારા તા.13મી ઓગસ્ટે સવારના ત્રિરંગા રેલીનું આયોજન કરાયું.

ભારત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ના ભાગરૂપે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે નનાનપુર ગ્રામ પંચાયત નનાનપુર પ્રાથમિક શાળા દુધ ઉત્પાદક સહકારી મંડળી સેવા સહકારી મંડળી લી સહિતની સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા તા.13મી ઓગસ્ટે સવારના ત્રિરંગા રેલીનું આયોજન સરપંચશ્રી અને જાણીતા સહકારી આગેવાન શ્રી ગીરીશભાઈ શંકરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.વંદે માતરમ્ ભારતમાતા કી જય ના નારા સાથે નીકરૂલ આ ત્રિરંગા યાત્રા નનાનપુર ગામના મુખ્ય દ્વાર થી સમગ્ર ગામમાં ફરી હતી.ઘરે ઘરે ત્રિરંગા લગાવી દેવામાં આવ્યા હતા.સરપંચશ્રી ગીરીશભાઈ પટેલ દ્વારા આઝાદી ના પંચોતેર વર્ષ પૂર્ણ થ‌ઈ છોત્તરમા વરસે અંતરના ઉમરખાથી ઉજવણી કરીએ છીએ દેશ દાઝ માટે સૌ કોઈ આગળ આવે વિકાસ સાથે ભારતમાતા ના વિચારો નું જતન કરી આપ બાન શાન સાથે ત્રિરંગાનનુ નિતિનિયમાનુસાર જતન કરી લહેરાવી આઝાદી ના મહોત્સવ ની ઉજવણી કરીએ એમ જણાવી દેશપ્રેમ વતનપ્રેમ ની વાતો કરી હતી આ પ્રસંગે સંહકારી મંડળીના ચેરમેન નટવરભાઈ પટેલ .સંઘના ભૂ.પૂ પ્રમુખ આને આગેવાન નટુભાઈ પટેલ શિક્ષણપ્રેમી આને નિવૃત્ત શિક્ષક રમેશકુમાર પટેલ ઉપસરપંચ જનકભાઈ પટેલ શાળા પરિવાર આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવણીના ત્રિરંગા યાત્રા માં જોડાયા હતા.

અહેવાલ - વિહુસિંહ ચૌહાણ (હિંમતનગર સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.