રાજકોટમાં બર્થડે બોય વિશાલ અને તેના ભાઈ ઇશાન સામે મારામારી, દારૂના 10-10 કેસ, ઇશાને પ્રેમસંબંધમાં મિત્રની કરી હતી હત્યા
રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં ગઈકાલે 5 કાર રસ્તા વચ્ચે ઉભી રાખી બર્થડે સેલિબ્રેશન કરતા વિશાલ ભીખા જોશી અને તેના ભાઈ ઇશાને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ બનાવમાં 9 શખસ સામેલ હતા, જેમાંથી 4ની ધરપકડ કરાઈ છે જ્યારે 5 શખસની શોધખોળ ચાલું છે. આ અંગ બનાવમાં મુખ્ય આરોપી વિશાલ અને ઇશાન છે. એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, અગાઉ વિશાલ અને ઇશાન વિરૂદ્ધ મારામારી, દારૂ, ગેરકાયદેસર હથિયારના ગુના નોંધાયા છે. પકડાયેલા બે આરોપીને ઘટનાસ્થળે લાવી બનાવ અંગે પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ પહેલા ઇશાને પ્રેમસંબંધમાં પોતોના મિત્રનું અપહરણ કરી હત્યા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.