ભારત-પાકિસ્તાનની ક્રિકેટમેચ રદ કરવા બોટાદ ધારાસભ્યએ પત્ર લખ્યો
ભારત-પાકિસ્તાનની ક્રિકેટમેચ રદ કરવા બોટાદ ધારાસભ્યએ પત્ર લખ્યો
ગુજરાતના અમદાવાદ શહેરના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ની રમાનાર ભારત -પાકિસ્તાન વર્લ્ડકપ ક્રિકેટમેચ રદ કરવા માટે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીને કરી રજૂઆત કરી હતી.છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન તરફથી ફેલાવાતા ત્રાસવાદમાં અનેક ભારતીય તેમજ ગુજરાતી જવાનો શહીદ થયા છે,પાકિસ્તાન આતંકવાદ કરનાર સામે મેચ રદ કરવી જોઈએ,નહીં તો આમ આદમી પાર્ટી દ્વારા પીચ ખોદી નાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.