ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા ની અધ્યક્ષતા માં થોરખાણ ખાતે મહત્વ ની બેઠક મળી
બાબરા તાલુકાના થોરખાણ ગામે કોંગ્રેસ પક્ષની એક મહત્વની બેઠક પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બહેન શ્રી ગાયત્રીબા વાઘેલા ના પ્રમુખ સ્થાને વિશાળ સંખ્યામાં મળી હતી .આ બેઠકને સંબોધતા ગાયત્રીબાએ જણાવ્યું હતું મણીપુરની એક મીલેટરીના જવાન ની પત્ની સાથે જે બાબત બની છે તેના કારણે દેશમાં મહિલા ઓ તરફથી આ દેશના શાસક પક્ષ પ્રત્યે નફરત પેદા થઈ છે ગુજરાતની મહિલાઓનું પણ માથું શરમથી જુકી ગયું છે .એક મહિલા રાક્ષસોથી પોતાનું શીયળ બચાવી ન શકે તે દેશમાં શાસક પક્ષને રાજ કરવાનો અધિકાર હવે રહ્યો નથી. તાત્કાલિક અસરથી વડાપ્રધાન શ્રી એ દેશની મહિલાઓની માફી માગવી જોઈએ. ગુજરાતના મહાન યોદ્ધાઓ ગાંધી અને સરદાર પટેલના સિદ્ધાંતો ઉપર આ ચાલતો દેશ છે સરદારની વાતો કરવી અને વતઁન કંઈક જુદું કરવું એ જરા પણ ગુજરાતની પ્રજા ચલાવી ન શકે આતકે પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું કે ગુજરાત બરબાદ થઈ ચૂક્યું છે બધું જ નકલી છે અધિકારીથી માંડી અંબાજી નો પ્રસાદ પણ નકલી છે પરંતુ મોદી કહે છે મારી ગેરંટી તો નકલીમાં પણ એમની જ ગેરંટી ગણી શકાય ને અમરેલીના સાંસદ રોજ ખોટી નીતિઓમાં ચર્ચામાં રહે છે ચાર વર્ષથી રસ્તો બન્યો નથી તે ચૂંટણી ઉપર એન્ટ્રી પાડવાના અને મોબાઈલ ઉપર ધમકી મારી પોતાના વ્યક્તિગત કુટુંબીજનોના કામમાં જ વ્યસ્ત છે જે જગ્યાએથી વીડિયો વાયરલ થયો છે એ રસ્તો ચારવષઁ પહેલાનો મંજુર છે તો અત્યાર સુધી સાંસદ ક્યાં હતા હવે કેવા પ્રકારની એન્ટ્રી પાડી રહ્યા છે અમરેલી નું નામ ગુજરાતમાં ભુસાઈ ગયું છે કોંગ્રેસના પાંચ ધારાસભ્ય હતા એક ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા વિધાનસભામાં એક પણ દિવસ એવો નહોતો ગયો કે લોકોના પ્રશ્નો માટે વિરજી ઠુંમર, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત હોય કે અમરીશ ઙેર હોય બોલ્યા વગરના રહ્યા હોય અને પ્રશ્નો ઉઠાવ્યા વગરના રહ્યા હોય. એક વર્ષથી અમરેલી જીલ્લો વામણો બન્યો છે અમે મંજૂર કરાવેલા કામો પણ પાંચ વર્ષમાં પૂર્ણ કરાવી શકશે તો પણ જિલ્લાને ઘણું મળી જશે પરંતુ આ ધારાસભ્યોમાં કોઈ કામ કરાવવાની ત્રેવડ નથી લોકોની લાગણી ભડકાવીને બીજા પક્ષના સહારે જીતીને રોજ ફોટા પાડે છે ખાત મુહર્ત કરે છે પરંતુ એ કામ કોને મંજૂર કર્યા છે તેમાં પણ લોકોએ વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે નકલી પાર્ટી છે ધર્મના નામે ઽર બતાવે છે બાઘડાના નામે ડરાવે છે પરંતુ કોઈ બાઘડો નથી તે વાત લોકોએ સમજવાની જરૂર ઊભી થઇ છે ખેડૂત બરબાદ થતો જાય છે નાનો વર્ગ બરબાદ થઈ ગયો છે છે ગરીબ માણસ બેહાલ બન્યો છે મહિલાઓની સલામતી નથી પોલીસ ડિપાર્ટમેન્ટ હપ્તામાંથી નવરું નથી તમામ ઓફિસોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેનો ભોગ ગુજરાતની પ્રજા બની છે સામાન્ય જને ભોગવવું પડે છે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા બેંકના માફ થાય તો ગરીબ અને ખેડૂતનો શું વાંક છે પેટ્રોલ ડીઝલ ખાતર જંતુનાશક દવા બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે અને ખેડૂતનો કપાસ 1400 રૂપિયામાં વેચાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો પણ પોતાની આંખ ઉઘાડે તેવી હાકલ કરી વિરજીભાઈએ આ વખતે ફરી વખત લોકોની સરકાર બને તે માટે કોંગ્રેસને ચૂંટવા માટે બાબરા તાલુકો પહેલ કરે અને ભુલેલા મતદારો ફરી વખત કોંગ્રેસ તરફ આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ સરદારના નામે વાહિયાત વાતો કરી રહેલા ભાજપને ઓળખવાની જરૂરિયાત ઊભી થઈ છે સરદારજી સરદાર સરદાર હતા જેમણે આ દેશના 538 રજવાડા કર્યા હતા તેવા કદાવર તેનું કાળજુ ધરાવતા નેતાને કોઈ અન્યાય કરી શકે ખરા કોંગ્રેસનું નેતૃત્વ તેમના ખભા ઉપર ચાલતું હતું તે કહે તે નિર્ણય આખો દેશ કરતો હતો . ગાંધી અને જવાહરલાલ નેહરુ પણ તેમને પૂછ્યા વગર કશું કરતા ન હતા તેમને અન્યાયની વાતો કરીને સરદાર પટેલ સ્ટેડિયમને મોદી નામ સાથે જોડવાનું પાપ ભાજપે કર્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી ,પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોંડાગર, ,રફિકભાઇ મોગલ, કે કે વાળા ,નરેશભાઈ અધ્યારુ, જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી જનકભાઈ પંડ્યા જગદીશ પાનસુરીયા ,જગદીશ તળાવિયા, બીપીન વસાણી, દિલીપ સનુરા, તાલુકા પંચાયત નેતા યુવા કોંગ્રેસ રાજુ કનાળા, મુકેશભાઈ ભાલીયા ,ભુપત વાવઙીયા ,નવાણિયા સરપંચ ભરત ડાંગર, કાંતિ બરનાળીયા ,વિજય ઝપડિયા,સોમાભાઈ સોધાલિય,દલિત અગ્રણી ભીખાભાઈ, હરેશભાઈ ભરવાડ,સહિતની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનુ આયોજન વિવેક મનસુખભાઈ સાકરીયા સરપંચ શ્રી થોરખાણ દ્વારા કરાયુ હતું
સમગ્ર કાર્યક્રમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમત ભાઈ ચોવટિયા અને ચિત રંજનભાઈ છાંટબાર એ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.