રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાંજકવાદીઓ સામે કાર્યવાહી કરવા લોક દરબાર - At This Time

રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાંજકવાદીઓ સામે કાર્યવાહી કરવા લોક દરબાર


વ્યાજના દુષ્ણને ડામવા ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓને કરાયેલી તાકીદના પગલે રાજકોટ રેન્જના પાંચેય જિલ્લા માટે આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ શહેર માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફને આદેશ કર્યા છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા શખ્સો સામે મનીલેન્ડનના કાયદાને અસરકારક બનાવવા મનીલોંડરીંગ હેઠળ કાર્યવાહી કરવાની સુચના આપી છે.
વ્યાજખોરોના ચંગુલમાં અનેક પરીવારો ફસાઈ ગયા છે. કેટલાય પરિવારો બર્બાદ થઈ ગયા છે. થોડા સમય પહેલા વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસે લોક દરબાર શરૂ કર્યા હતાં. જેને સારો પ્રતિસાદ સાંપડયો હતો. પરંતુ બાદમાં પોલીસે ઢીલુ વલણ અપનાવતા વ્યાજખોરો ફરીથી બેફામ થઈ ગયા હતાં.
તાજેતરમાં જ યુનિવર્સિટીના મિલાપનગરમાં રહેતા એક જ પરીવારના ત્રણ સભ્યોએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટના બાદ શહેરમાં પોલીસે વ્યાજખોરોને ડામવા માટે શરૂ કરેલી હેલ્પલાઈન ફરીથી કાર્યરત કરી હતી. શહેરમાં પણ આવતીકાલથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશ યોજાશે. પોલીસ મથક લેવલે લોકદરબાર યોજાશે. હેલ્પલાઈન પર મળેલી રજુઆત અને અરજીઓને અનુલક્ષીને કડક કાર્યવાહી કરાશે. વ્યાજખોરો વિરૂધ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરાશે તેમ શહેર પોલીસનાં સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં એસપી દ્વારા ટુંક સમયમાં વ્યાજખોરો વિરૂધ્ધ લોકદરબારનું આયોજન કરવાની જાહેરાત કરાઈ છે. એક યાદીમાં જણાવાયું છે કે વ્યાજખોરોથી પીડીત નાગરીકોએ પોતાની રજુઆત લેખીત સ્વરૂપે આપવાની રહેશે. વ્યાજખોરો વિરૂધ્ધ યોજાનાર લોકદરબાર અંગે વધુ માહીતી સ્થાનીક પોલીસ અગર તો સંબંધીત પોલીસ મથકમાંથી મળશે. સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલથી પોલીસ વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવે જણાવ્યું કે, ઝુંબેશ દરમિયાન વ્યાજખોરો વિરૂધ્ધ વધુમાં વધુ કેસો કરવામાં આવશે. લાયસન્સ ધરાવતા અને નિયત કરતા વધુ વ્યાજ લેતા શખ્સોના લાયસન્સ રદ કરા માંટે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જરૂર જણાયે વ્યાજખોરોની મીલ્કતો પણ ટાંચમાં લેવાશે.
રેન્જ હેઠળના પાંચેય જિલ્લાઓના દરેક પોલીસ મથકમાં વ્યાજખોરો વિરૂધ્ધ લોકદરબાર યોજાશે. વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા સોશીયલ મિડીયા ઉપર અપીલ કરાશે. જુની અરજીઓ અંગે ચકાસણી કરાશે.આઈજીપીએ વ્યાજખોરીની ભોગ બનેલા લોકોને નજીકનાં પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.