વીસ ગામ કાંઠાચોવીસી મેઘવાળ સમાજના પ્રમુખશ્રી જીતુભાઇ દાફડા દ્વારા અનુસૂચિત જાતિના અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું - At This Time

વીસ ગામ કાંઠાચોવીસી મેઘવાળ સમાજના પ્રમુખશ્રી જીતુભાઇ દાફડા દ્વારા અનુસૂચિત જાતિના અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું


આજરોજ ભચાઉ તાલુકાના લાકડિયા ગામે વીસ ગામ કાંઠાચોવીસી મેઘવાળ સમાજના પ્રમુખશ્રી જીતુભાઇ દાફડા દ્વારા અનુસૂચિત જાતિના અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું..

છેલ્લા ૮ વર્ષથી જીતુભાઇ દ્વારા કાંઠાચોવીસીના ૨૦ ગામ તેમજ ભચાઉ રાપરની અનુસૂચિત જાતિની છાત્રાલયોમાં નોટબુક વિતરણ કરવામાં આવે છે. સમાજના બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધીને સમાજ ઉત્થાનમાં પોતાનું યોગદાન આપે એવા ઉમદા હેતુસર આ કાર્ય કરવામાં આવે છે.

લાકડિયા મધ્યેના કાર્યક્રમમાં જીતુભાઇ દાફડા, બાબુભાઇ સોલંકી, કચરાભાઈ પરમાર, ધર્મેન્દ્ર દાફડા, બબાભાઈ દાફડા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમને લાકડિયા અનુસૂચિત જાતિ બાબા સાહેબ આંબેડકર મંડળના પ્રમુખ વેરશીભાઈ વાણિયા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવકારાયા હતા.. કાર્યક્રમના આયોજનમાં લાકડિયાના યુવાનો જોડાયા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.