આખરે મશાલ ચોકડી થી વીરપુર સુધીના માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું. - At This Time

આખરે મશાલ ચોકડી થી વીરપુર સુધીના માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું.


આખરે મશાલ ચોકડી થી વીરપુર સુધીના માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું.
*****
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એચ.એમ. વોરા સાહેબ નો અનન્ય સહકાર મળ્યો.
*****
જિલ્લાની રાજકીય નેતાગીરી સાવ ખાડે ગઈ હોવાની ચર્ચા.
******
સુરત, તા:૧૪

સાબરકાંઠાના ઈડર તાલુકા નું પ્રગતિશીલ મનાતું વીરપુર ગામ જેની કમનસીબી એ હતી કે ઈડર વલાસણા રોડ ઉપર મસાલ ચોકડી થી વીરપુર સુધીના બે કિલોમીટર નો મંજૂર થયેલા માર્ગનું વિસ્તૃતિકરણ કરવા માટે કોન્ટ્રાક્ટર નિષ્ફળ જતાં લાંબા સમયથી આ કામગીરી ખોરંભે પડી છે પરંતુ સમાજના સમુહ લગ્નની અત્યારે પૂર બહાર મોસમ વચ્ચે ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજના આગામી ૧૮ મી ફેબ્રુઆરીએ સમુહ લગ્ન હોવાથી આ માર્ગનાં સમારકામ માટે ઈડર તાલુકાની તમામ નેતાગીરીને કરાયેલી રજૂઆત માત્ર ઠાલા વચનો સમાન પુરવાર થવાની આશંકા વચ્ચે આખરે જિલ્લાના વડા એવા જિલ્લા વિકાસ અધિકારી એચ.એમ વોરા સાહેબ સુધી રજૂઆતો નો દોર લંબાવવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓનો ઉધડો લઈને તાકીદે આજે વસંત પંચમીના પાવન અવસર ના દિવસે માર્ગનું સમારકામ શરૂ કરાવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

આ અંગે વિસ્તૃત વિગતો મુજબ મસાલ ચોકડી થી વીરપુરનો ૨ કિલોમીટરનો માર્ગ આ માર્ગ ઉપર કેન્દ્ર સરકાર સંચાલિત નવોદય વિદ્યાલય પણ આવેલી છે આ નવોદય વિદ્યાલય માટે વીરપુર ગામ પંચાયત દ્વારા વિકાસના કામ હેતુ જમીન આપવામાં આવી હતી જે સારી બાબત છે પરંતુ બે કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી સાવ ખખડધ્વજ થઈ ગયો હોવાથી આ માર્ગના વિસ્તૃતિકરણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત દ્વારા માર્ગ ના વિસ્તૃતિકરણ માટેની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ જે ઈજારેદારને કામગીરી સોંપવામાં આવી એ ઇજારેદાર દ્વારા કામ કરવામાં આવ્યું નહીં આખરે અનેક રજૂઆતો કરાતા ઉપરોક્ત ઇજારેદારને બ્લેક લિસ્ટ કરવા માટેની જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખની એ છે કે ઈડર તાલુકાનું વીરપુર ગામ એક પ્રગતિશીલ તેમજ કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું અહીં મોટું આસ્થાનું ધામ આવેલું છે આ ઉપરાંત ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજ ના અહીં પ્રત્યેક વર્ષ સમૂહ લગ્ન યોજવામાં આવે છે છતાં આ માર્ગના સમારકામ માટે ઈડર તાલુકાની રાજકીય નેતાગીરી એ કોઈ રસ દાખવ્યો હોવાનું જાણવા મળતું નથી જેથી રાજકીય નેતાગીરી સામે લોકોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. ઈડર તાલુકાના ધારાસભ્યશ્રી જેમનો કોઈ સંપર્ક કે પછી તેઓ લોક સંપર્કમાં પણ ન હોવાની ચર્ચા ઈડર તાલુકામાં મોટા પ્રમાણમાં ચાલી રહી છે તે વચ્ચે અન્ય રાજકીય આગેવાનો પણ આ માર્ગના સમારકામ માટે રસ દાખવવાને બદલે માત્ર ઠાલા આશ્વાસનો આપવા સિવાય અન્ય કઈ વિશેષ કર્યું નથી આખરે સમાજના સમુહ લગ્ન અને એ પણ વીરપુર ગામમાં થતા હોય એ દિવસે હજારોની સંખ્યામાં અહીં પાટીદાર સમાજના લોકોનો સમૂહ એકઠો થતો હોય આ માર્ગ આજુબાજુના ગામડાઓ માટે ઈડર તેમજ હિંમતનગર અવર-જવર કરવા માટે ખૂબ જ મહત્વનો હોય આ બાબતની સચોટ રજૂઆત સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.એમ વોરા સાહેબને કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ રજૂઆતને યોગ્ય સમજી તાકીદે સાબરકાંઠા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ને આડેહાથ લઈને તાકીદે આ માર્ગનું સમારકામ સમાજના હિતમાં કરવાની સૂચના આપતા આજે વસંત પંચમીના રૂડા અવસરે આ માર્ગ નું કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે માર્ગના સમારકામ માટેનો ખરો યશ જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠાના ફાળે જાય છે. એમ કહીએ તો ખોટું નથી. માર્ગનું વિસ્તૃતિકરણ તો શક્ય બની શક્યું નથી પરંતુ હાલ પૂરતું માર્ગનું સમારકામ શરૂ થતાં આજુબાજુના ગામડાના લોકોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે. પરંતુ કમનસીબી ની વાત એ છે કે મત માગવા માટે ચૂંટણી હોય ત્યારે મતદારો પાસે આવતા આ નેતાઓને આ વિસ્તારમાં મતદારો ખુશીથી આવકાર આપીને ફૂલડે વધાવતા હોય છે પરંતુ ચૂંટાયા બાદ આ નેતાઓ ગામડાઓની વિષમ પરિસ્થિતિ નો ખ્યાલ રાખતા નથી એ આ પ્રત્યક્ષ દાખલો જોવા મળી રહ્યો છે. જેથી મતદારોએ પણ હવે જાગૃતતા દાખવવી પડશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.