આવો મેસેજ તમારી સાથે ચીટિંગ કરવા માટે છે, નામ દિલ્હીનું નંબર પાકિસ્તાની
- આ પ્રકારના લેભાગુ મેસેજને ઓળખી લેવા માટે સૌથી સરળ રીત મેસેજનું ગ્રામર ચેક કરવાની છેઅમદાવાદ, તા. 13 જુલાઈ 2022, બુધવારદેશમાં ડિજિટલ ક્રાંતિ બાદ ઠગોને ફ્રોડ કરવા માટે નવું સાઈબર પ્લેટફોર્મ પણ મળી ગયું છે. આ પ્રકારના લેભાગુ તત્વો લોકોને છેતરવા માટેના સતત નવા-નવા રસ્તાઓ અપનાવતા રહેતા હોય છે. તેમાં જે-તે વ્યક્તિને કોલ કરીને પોતે દિલ્હીથી બોલે છે તેમ કહેવામાં આવે છે પરંતુ હકીકતે તે નંબર પાકિસ્તાનનો હોય છે. જાણો કેવી રીતે ફસાવે છે જાળમાંત્યાર બાદ ફોન કરનારી વ્યક્તિ પોતે દિલ્હીની વ્હોટ્સએપ હેડઓફિસમાંથી વાત કરી રહી છે તેવી ઓળખ આપે છે. ત્યાર બાદ તે ફોન રીસિવ કરનારી વ્યક્તિને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કરે છે અને તે વ્યક્તિ વ્હોટ્સએપના ઈન્ટરનેશનલ લકી ડ્રોમાં 25 લાખ રૂપિયા જીતી હોવાનું જણાવે છે. ફોન કરનારી લેભાગુ વ્યક્તિ વધુ વિગતો આપતા કહે છે કે, વ્હોટ્સએપ દ્વારા ભારત, નેપાળ, દુબઈ, સાઉદી અરેબિયા સહિતના 5 દેશ માટે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમે વિજેતા બન્યા છો અને તમારી 25 લાખ રૂપિયાની ઈનામની રકમ મુંબઈના એસબીઆઈ બેંકના ખાતામાં જમા થઈ છે. ત્યાર બાદ તે લેભાગુ વ્યક્તિ ફોન રીસિવ કરનારી વ્યક્તિને એક ચેક લેટર મોકલીને તેમાં મુંબઈના બેંક મેનેજરનો નંબર છે તેમ જણાવે છે. સાથે જ લોટરી વ્હોટ્સએપ દ્વારા જીત્યા હોવાથી મુંબઈના બેંક મેનેજરનો નંબર સેવ કરીને તેમને વ્હોટ્સએપ કોલ કરવા કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જલ્દી કરો, લોટરીની રકમ તમારી રાહ જોઈ રહી છે અને મુંબઈના બેંક મેનેજર તમારૂં ઈનામ કઈ રીતે તમારા ખાતામાં મેળવવું તે વિશે માહિતી આપશે. તે સિવાય આ પ્રકારના કોલમાં લોકપ્રિય અને પ્રખ્યાત ગેમ શો કોન બનેગા કરોડપતિ (KBC)નો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેને વિશ્વસનીય દર્શાવવા પ્રયત્ન કરવામાં આવે છે. જોકે યુઝર્સે આ પ્રકારના સ્કેમથી સાવધાન રહેવું જોઈએ અને પોતાની પર્સનલ ડિટેઈલ્સ કોઈના પણ સાથે શેર ન કરવી જોઈએ. દિલ્હી પોલીસના સાઈબર ક્રાઈમ યુનિટના કહેવા પ્રમાણે પીડિત જ્યારે ઈનામની રકમ મેળવવા માટે કોલ કરે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે, લોટરી પ્રોસેસિંગની સાથે જીએસટી વગેરે માટે એક નિશ્ચિત રિફન્ડેબલ રકમ ચુકવો. અથવા તો અન્ય રીતે પણ તેના સાથે છેતરપિંડી કરવામાં આવે છે. સિક્યોરિટી યુનિટના કહેવા પ્રમાણે આ પ્રકારના કોલ, મેસેજ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. સાથે જ આ પ્રકારના લેભાગુ મેસેજને ઓળખી લેવા માટે સૌથી સરળ રીત મેસેજનું ગ્રામર ચેક કરવાની છે. PIB ફેક્ટ ચેકની ટ્વિટપીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ અંગેની ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, 'ફોન કોલ, ઈ-મેઈલ અને મેસેજ પર લેભાગુઓ દ્વારા એવો ખોટો દાવો કરવામાં આવે છે કે, તે વ્યક્તિ 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે. આ પ્રકારની લોટરીના સ્કેમથી સાવધાન રહેવું જોઈએ. આ પ્રકારના કોલ, મેઈલ અને મેસેજ પર પોતાની પર્સનલ જાણકારી શેર ન કરવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.