નીતીશ કુમારે કયા કારણોસર BJPનો સાથ છોડ્યો? - At This Time

નીતીશ કુમારે કયા કારણોસર BJPનો સાથ છોડ્યો?


નવી દિલ્હી, તા. 09 ઓગસ્ટ 2022 મંગળવારનીતીશ કુમારે ભાજપનો સાથ છોડીને લગભગ 5 વર્ષ બાદ એકવાર ફરી પલટી મારી છે. હવે તેઓ આરજેડી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. જેની સત્તાને તેઓ એક સમયે જંગલરાજ ગણાવતા હતા પરંતુ હવે નીતીશ કુમારે ભાજપનો સાથ તે જ આરજેડી માટે છોડ્યો છે તો તેના અમુક કારણ છે. જેમાંથી એક કારણ ભાજપનો પ્લાન 200 પણ છે. ભાજપે પટનામાં 30 અને 31 જુલાઈએ બે દિવસીય સંમેલન આયોજિત કર્યુ હતુ. જેમાં પાર્ટીએ 2025ની વિધાનસભા ચૂંટણી માટે પ્રવાસ કાર્યક્રમનુ એલાન કર્યુ હતુ. જેના હેઠળ પાર્ટીના નેતા 200 બેઠક પર પ્રવાસ કરશે અને ત્યાં ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ થશે. બિહાર ભાજપના સહ-પ્રભારી હરીશ દ્વિવેદીએ પણ આ પ્લાન વિશે જણાવ્યુ હતુ. તેમનુ કહેવુ હતુ કે પાર્ટીના નેતા ભવિષ્યમાં પ્રદેશની તમામ 243 બેઠક પર પ્રવાસ કાર્યક્રમ કરશે. ભાજપની આ તૈયારીને જેડીયુ માટે એક ચેતવણી તરીકે પણ જોવામાં આવી હતી. ભાજપ છેલ્લા અમુક વર્ષોમાં બિહારમાં જે રીતે મજબૂત થઈ છે જેમાં તે જેડીયુની સરખામણીએ જુનિયર પાર્ટનર કરતા ક્યાંય આગળ નીકળીને સીનિયર પાર્ટનર થઈ ગઈ છે. સામાજિક સમીકરણોની દ્રષ્ટિથી પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે. એવામાં નીતીશ કુમાર માટે એ ચિંતાની વાત હતી કે ક્યાંક તેમની હાલત ઉદ્ધવ ઠાકરે જેવી ના થઈ જાય.ગઈ ચૂંટણીથી જ વધી ગઈ હતી નીતીશ કુમારની ચિંતાજેડીયુ માટે ચિંતા તો 2020ની વિધાનસભા ચૂંટણીમાં જ વધી ગઈ હતી ત્યારે ભાજપે 121 બેઠક પર ચૂંટણી લડી હતી અને 74 બેઠક પર જીત મેળવી હતી. જેડીયુએ 122 બેઠક પર જીત બાદ પણ માત્ર 43 પર વિજય મેળવ્યો હતો. આ રીતે ભાજપે જેડીયુની સરખામણીએ મોટો વધારો મેળવ્યો અને તેની અસર પણ સરકારની રચનામાં જોવા મળી. ભાજપે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમના પદ પરથી જ હટાવી દીધા જે નીતીશ કુમારના નજીકના ગણાતા હતા. આ સિવાય જે નેતાઓની પસંદગી કરવામાં આવી, તે અમિત શાહના નજીકના કહેવાય છે અને વારંવાર નીતીશ કુમાર વિરુદ્ધ નિવેદન આપતા રહે છે.આગામી ચૂંટણીમાં અપ્રસ્તુત થવાનો ડરનીતીશ કુમારને કદાચ એ જોખમનો ડર હતો કે ભાજપ જો 200 બેઠક પર તૈયારી કરશે તો ચૂંટણીમાં તે વધારે બેઠકોની માગ કરશે. એટલુ જ નહીં જો તેમની બેઠકનો આંકડો વધે છે તો પછી તે જેડીયુને અપ્રસ્તુત પણ બનાવી શકે છે. નીતીશ કુમારના આ ડર એ તેમને ભાજપમાંથી અલગ થવા મજબૂર કર્યા છે જેથી તે પોતાની તાકાતને અકબંધ રાખી શકે. જોકે નીતીશ કુમાર માટે આરજેડીની સાથે પણ સંતુલન જાળવવુ સરળ હશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.