સાણંદમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રા યોજાઇ - At This Time

સાણંદમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રા યોજાઇ


અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા સાણંદમાં ભારત જોડો તિરંગા યાત્રા યોજાઈ

શહેરના હજારી માતાના મંદિરેથી યાત્રાનો પ્રારંભ થયો અને બજારોમાંથી પસાર થઈને સાણંદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હજારી માતાના મંદિરે પૂર્ણ થઈ હતી

આ ત્રિરંગા યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, પ્રદેશ ઓબીસી મોરચા પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, જિલ્લા પ્રમુખ બળવંત ગઢવી, જિલ્લા મહામંત્રી સંદીપ વાઘેલા, સાણંદ તાલુકા પ્રમુખ રમેશભાઈ કો.પટેલ,કિસ્મત ગોહિલ,મહાદેવભાઈ કોળી પટેલ, ગૌતમભાઈ રાવલ,નટુભા વાઘેલા તેમજ જિલ્લા તાલુકા સદસ્યો સહિતના કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓ ત્રિરંગા સાથે તેમજ દેશભક્તિના ગીતો વચ્ચે સાણંદ શહેરમાં નીકળ્યા હતા તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકતા દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો

યાત્રાના વિરામ બાદ સૌ કાર્યકરોએ ભારત માતા કી જય નારા લગાવ્યા હતા

ભારત જોડો તિરંગા યાત્રામાં બાઈક રેલી સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon