શ્રી કાળાસર કુમાર પ્રા.શાળામાં બાળમેળા નુ આયોજન કરવામા આવ્યુ હતુ
(ભરત ભડણિયા દ્વારા)
બાળમેળો એટલે કે એવો મેળો કે જેમાં બાળકો પોતાની માનસિક,શારીરિક અને સાંવેગિક ક્ષમતાઓને ખીલવે છે રોજિંદા જીવનમાં કૌશલ્યનો ઉપયોગ કરતા શીખે છે શ્રી કાળાસર કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 5 માં બાળમેળાનું અને ધો.6 થી 8 માં લાઈફ સ્કીલનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં માટીકામ, રંગપૂરણી, ચિટક કામ, ફ્યુઝ બાંધવો જેવી બાળકોને જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી બાળમેળાનું સમગ્ર આયોજન શાળાનાં આચાર્ય પરાક્રમસિંહ એસ.જાડેજા સાહેબ અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું અને વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ કરનાર બાળકોને અભિનંદન આપવામાં આવ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.