સશસ્ત્રસેના ધ્વજદિન નિમિત્તે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ - At This Time

સશસ્ત્રસેના ધ્વજદિન નિમિત્તે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ


સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

**********

     પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિન ૦૭મી ડિસેમ્બરે ઉજવાય છે. દેશની સુરક્ષા અને અખંડીતતા માટે પોતાનુ સર્વોચ્ચ સમર્પિત કરતા આપણા શુરવીર સૈનિકો અને તેઓના પરિજનો પ્રત્યે નાગરીકો દ્રારા આત્મિયતા અને સન્માનની લાગણી પ્રદર્શીત કરવા આ અવસરની ઉજવણી કરવામાં આવે છે.

       શહિદ થયેલા જવાનોના  પરીવારજનો , સૈનિકો અને માજીસૈનિકોના કલ્યાણ અર્થે  અને તેમને સંકટ અને માંદગીના સમયે આર્થિક સહાય આપવા યથાશક્તિ યોગદાન આપી સહભાગી બનવા સાબરકાંઠા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા અનુરોધ કરવામાં આવે  છે જો આપ  સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે ફાળો  આપવા ઇચ્છતા હોવતો કલેક્ટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડ, સાબરકાંઠાના ખાતા નં ૩૦૯૧૫૯૫૧૫૪૬, SBI(main), હિંમતનગર(સા.કાં) બ્રાંચ કોડ-૩૮૧, IFSC:SBIN0000381ના     નામનો ચેક/ડ્રાફ્ટ અથવા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ વોલેટ, ડિઝિટલ પેમેન્ટ એપ્સ(ફોન પે, ગુગલ પે) યુ.પી.આઇ. સર્વિસથી જિલ્લા સૈનિક કલ્યાણ  અને યુનર્વસવાટ કચેરી, બ્લોક-સી/૧૦૮, પ્રથમ માળ બહુમાળી ભવન જિલ્લા સેવા સદન સાબરકાંઠા હિંમતનગર ૩૮૩૦૦૧ ખાતે રોકડ જમા કરાવી શકાશે. એમ જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.   

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.