વ્યાજખોરો બેફામ : 10 હજારના 55 હજાર માંગ્યા, યુવકનું અપહરણ થયાની શંકાએ માતાએ ફરિયાદ કરી - At This Time

વ્યાજખોરો બેફામ : 10 હજારના 55 હજાર માંગ્યા, યુવકનું અપહરણ થયાની શંકાએ માતાએ ફરિયાદ કરી


રાજકોટમાં વધુ એક વાર વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરી દ્વારા રૂ. 10 હજાર આપાયા બાદ, 55 હજારની ઉઘરાણી કરાઈ હતી, વ્યાજે રૂપિયા લેનાર યુવકનું અપહરણ થયાની શંકા છે. આ તરફ યુવકની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં સાગર જેશીંગ રેણુકા ને તેના ભાઈ રવિ રેણુકા વિરુદ્ધ ફરિયાદ કરી છે.
ફરિયાદ અરજીમાં બીનાબેન અશોકભાઈ કારીયાના જણાવ્યા મુજબ, તેના પુત્રનું નામ રવિ અશોકભાઈ કારીયા છે. પુત્ર વધુનું નામ રીંકલ કારીયા છે. રવિને 1 વર્ષનો પુત્ર છે. રવિ બેડી માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ શિતલ પાર્ક, આર.કે. વર્લ્ડ ટાવર પાછળ ગોલ્ડન હાઇટ્સમાં રહે છે. રવિ કારીયાનો એક વર્ષીય પુત્ર બીમાર પડતા સાગર રેણુકા જેને શિતલ પાર્ક સર્કલ પાસે જોગી પાન નામે પાનનો ગલ્લો છે. તેની પાસેથી રૂ.10 હજાર ઉછીના લીધા હતા.
થોડા દિવસ બાદ સાગરે કહ્યું કે, હવે તારે મને આ રૂપિયાનું વ્યાજ આપવું પડશે. જેથી રવિ કારીયા દરરોજ 300 રૂપિયા વ્યાજ પેટે આપતો. જોકે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સાગરને વિનંતી કરેલી કે, મારી આર્થિક સ્થિતિ સારી નથી. માનવતાની દ્રષ્ટિએ વ્યાજ લેવાનું બંધ કર. હું મુદ્દલ રકમ થોડા સમયમાં ચૂકવી આપીશ. પણ સાગર માનેલ નહીં. વ્યાજ આપવાનું બંધ થતા સાગરના ભાઈ રવિ રેણુકાએ અને સાગરે મળી દબાવવાનું અને વ્યાજ કઢાવવા પ્રેશર કરવાનું શરૂ કરેલું.
એક દિવસ ઘરે આવી રવિ કારીયાને બોલાવી લઈ ગયેલા. જે પછી રવિ કારીયા પરત આવેલ નથી. જેથી તેના અપહરણની શંકા છે. ઉપરાંત આરોપીઓએ કહેલ કે, 10 હજારના વ્યાજ સહિત હવે 55 હજાર થાય છે. ત્રણ ચેક પડ્યા છે. તેમાં 4.50 લાખ ભરી કુલ રૂ.13.50 લાખના ચેક રિટર્ન કરાવી કોર્ટમાં ફરિયાદ કરીશ. ફરિયાદમાં રવિ કારીયાના માતાએ કરેલા આક્ષેપો પર યુનિવર્સિટી પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.