ભોગાવો નદીમાં ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવા ખુદ પાલિકાના જ કર્મચારીઓ કહેતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી કચરો ઉપાડી ડમ્પિંગ સ્ટેશન ઉપર નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે આમ છતાં નગરપાલિકાના અધિકારી અને અધિકારીઓની મીલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો શહેરમાંથી વિવિધ વિસ્તારોમાંથી કચરો ઉપાડી ભોગવા નદી માં અને જ્યાં ત્યાં ઠાલવી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે સંદર્ભે આ વિડીયો નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકાના ચીફ ઓફિસર ને સુરેન્દ્રનગર કલેક્ટરને અને પ્રદૂષણના અધિકારીને મોકલી તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરું છું જે આપ ને જાણ કરી આપ પણ ઉપરોક્ત ગંભીર બાબતને આપના સમાચાર માધ્યમમાં સ્થાન આપી ઉજાગર કરો એવી આપ પાસે અપેક્ષા રાખી માંગણી કરું છું કમલેશ કોટેચા સુરેન્દ્રનગર શહેરના જાગૃત અને કાયમી લોક પ્રશ્નોને વાચા આપવામાં સદાય તત્પર રહેલા એવા કમલેશભાઈ કોટેચા દ્વારા નગરપાલિકા દ્વારા કચરો ગામની બહાર ઉપાડી અને નાખવાનો હોય છે ત્યારે આ કચરાને સુરેન્દ્રનગર શહેરની નદીમાં નાખી અને નદીને પ્રદૂષિત કરી અને શહેરી વિસ્તારોનું વાતાવરણ પણ પ્રદૂષણ યુક્ત કરી રહ્યા હોવાનું સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે ભોગવા નદીમાં અને જ્યાં ત્યાં ઠાલવી અને પ્રદુષણ ફેલાવી રહ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે સંદર્ભે આ વિડીયો નગરપલા પાલિકાના પ્રમુખને અને પ્રદૂષણના અધિકારીને મોકલી અને તાત્કાલિક પગલાં ભરવા માટેની પણ માંગણી કરવામાં આવી છે આ કચરો ગામમાંથી ભરી અને ગામ બહાર આવેલા ડમ્પિંગ સ્ટેશનમાં નાખવાનો હોય છે ત્યારે ડમ્પીંગ ટ્રેડિશન સુધી કચરો ભરી અને ટ્રેક્ટરના ચાલુ કો કેમ જતા નથી અને આ કચરાને કેમ નદી વિસ્તારમાં નાખી અને નદીને પ્રદૂષિત કરવામાં આવે છે તેવા અનેક પ્રકારના સવાલો પણ ઉત્પન્ન થયા છે ત્યારે હાલમાં આ કચરો ઠાલવતા વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે અને કચરો ઠાલવનારને પણ પૂછવામાં આવી રહ્યું છે તેની પણ બોલતી બંધ થઈ ગઈ છે અને કોને પૂછીને આ કચરો નાખે છે તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવતા કચરો નાખવા આવનાર ટ્રેક્ટરના ચાલકો અને તેના કર્મચારીઓ જવાબ આપવાના બદલે ટ્રેકટરોમાંથી કચરો ઠાલવી અને ટ્રેકટરો લઈ અને ચાલતા થયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ભોગાવાને પ્રદૂષિત કરી અને શહેરી જનતા ઉપર પણ પ્રદૂષણયુક્ત વાતાવરણ ઉત્પન્ન કરતા હોવાનું નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ સામે કેમ પગલાં ન લેવાય તેવી પણ દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે હાલમાં આ કચરો ઠાલવતી તસ્વીરો તસવીરોમાં જોવા મળે છે અને સોશિયલ મીડિયા ઉપર કમલેશભાઈ કોટેચા દ્વારા અનેક પ્રકારના પ્રશ્નો પૂછી અને વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે શહેરમાં આ કામગીરીને લઈ અને કમલેશભાઈ ગોટેચાની પ્રશંસા પણ થઈ રહી છે છતાં નગરપાલિકા ના ચૂંટાયેલા સદસ્યો કે ચીફ ઓફિસર આ અંગેની કોઈ કાર્યવાહી કરવા માટે આગળ આવે તેવું શહેરી જનતા પણ હાલમાં ઇચ્છવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.