વિરપુરના ડેભારી ગામ ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો….
આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે હેતુથી મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન થઇ રહયું છે જે અંતર્ગત મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામ ખાતે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ગામમાં મતદાન અંતગર્ત જાગૃતિ રેલી યોજી હતી આ પ્રસંગે નાયબ કલેકટર હિરેન ચૌહાણ તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને લોકશાહીનો અર્થમાં મતદાન જાગૃતિ અંગે રસમય માહિતી આપવા ઉપરાંત મતદાનની અગત્યતા વિશે રસપ્રદ માહિતી પીરસવામાં આવી હતી કાર્યક્રમમાં સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં વિરપુર મામલતદાર આર એમ પટેલ, ચુંટણી અધિકારી, ડેભારી ગ્રામ પંચાયત સરપંચ નીરૂબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.