ટીકીટ વગર 10 મુસાફર પકડાયા : 10 કંડકટર સસ્પેન્ડ કરી દેવાયા - At This Time

ટીકીટ વગર 10 મુસાફર પકડાયા : 10 કંડકટર સસ્પેન્ડ કરી દેવાયા


રાજકોટ, તા.26 : મનપાની રાજકોટ રાજપથ લી. કંપની સંચાલિત સીટી બસ સેવાના ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 10275 કિ.મી. એટલે કે રૂા. 3.59 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. તો અલ્ટ્રા મોર્ડન ફેર કલેકશન એજન્સીને પણ રૂા. 9600નો દંડ કરાયો છે. તા.18 થી 24ના સપ્તાહમાં ચેકીંગ દરમ્યાન 10 મુસાફર ટીકીટ વગર પકડાતા રૂા. 1100નો દંડ કરાયો હતો. તો ગેરરીતિ બદલ 10 કંડકટરને સસ્પેન્ડ કરાયા છે. કંપનીના જણાવ્યા મુજબ અઠવાડિયામાં 91 સીટી બસ 1.12 લાખ કિ.મી. ચાલી હતી અને ર.10 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. જયારે 150 ફુટ રોડ પર બીઆરટીએસ રૂટમાં 18 ઇલે. બસ ર8900 કિ.મી. ચાલી હતી જેનો 1.76 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.