આણંદ અને વીરપુર સ્ટેશનો પર કેટલીક ટ્રેનોને પ્રાયોગિક આધારે આપવામાં આવ્યું સ્ટોપેજ - At This Time

આણંદ અને વીરપુર સ્ટેશનો પર કેટલીક ટ્રેનોને પ્રાયોગિક આધારે આપવામાં આવ્યું સ્ટોપેજ


​યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20949/20950 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ને આણંદ સ્ટેશન પર અને ટ્રેન નંબર 19217/19218 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ને વીરપુર સ્ટેશન પર 14 ઓક્ટોબર, 2022 થી છ મહિના માટે પ્રાયોગિક આધારે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે,

​પશ્ચિમ રેલવેના મુખ્ય જનસપંર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર વિગતો નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 20949/20950 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસને 14 ઓક્ટોબર, 2022 થી આણંદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે તે અનુસાર ટ્રેન નંબર 20949 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ 16.07 કલાકે આણંદ પહોંચશે અને 16.09 કલાકે ઉપડશે આ જ રીતે ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 21.58 કલાકે આણંદ પહોંચશે અને 22.00 કલાકે ઉપડશે ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્રેન નંબર 20949 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ટેકનિકલ કારણોથી રદ છે અને ટ્રેન ફરી શરૂ થવા પર આણંદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે,

2. ટ્રેન નંબર 19217/19218 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 14 ઓક્ટોબર, 2022 થી વીરપુર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે તે અનુસાર ટ્રેન નંબર 19217 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 04.00 કલાકે વીરપુર પહોંચશે અને 04.01 કલાકે ઉપડશે આ જ રીતે ટ્રેન નંબર 19218 વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ- સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 13.52 કલાકે વીરપુર પહોંચશે અને 13.53 કલાકે ઉપડશે.

ટ્રેનો વિશે વિસ્તૃત માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Report by Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.