તું કેમ અહી બેઠો છે? કહી માર માર્યો, છરી બતાવીને લૂંટ્યો; પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો - At This Time

તું કેમ અહી બેઠો છે? કહી માર માર્યો, છરી બતાવીને લૂંટ્યો; પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો


રાજકોટમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ભગવતીપરા વિસ્તારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વિપુલભાઈ સોલંકી પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં 'હું મોહિત ગોહેલ ગણેશનગરનો ડોન છું' કહી મોહિત ગોહેલ અને વિજય ખુમાણ સહિત બે શખસોએ છરી બતાવી હોમગાર્ડ જવાન વિપુલ સોલંકીને માર માર્યો હતો. ફક્ત એટલું જ નહીં પોલીસે અહીં બેસવું જ નહીં કહીને તેમના ખિસ્સામાં રહેલા 400ની લૂંટ ચલાવી હતી. આ હુમલાની ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બી-ડિવિઝન પોલીસમાં આ મામલે બંને શખસો સામે ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બંને શખસો મોહિત ચમન ગોહેલ અને અમિત વિજય ખુમાણને ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા છે અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image