તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૭ જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે
*જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ*
*જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો હાથ ધરવા તાકીદ કરતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી
ગોધરા
રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૭ જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેનું આજ રોજ જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌકોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની સેન્સ આવે તથા રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.
આ પ્રસંગે આર.ટી.ઓ અધિકારીશ્રી ચાવડાએ નેશનલ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતોને જાણકારી પૂરી પાડી હતી તથા પંચમહાલ જિલ્લામાં જન જાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી રજૂ કરી હતી.
આ પ્રસંગે પોલીસ અધિકારીશ્રીઓ,ટ્રાફિક જવાનો, આર.ટી.ઓ અધિકારીશ્રી/કર્મચારીઓ, વિવિધ વિભાગના વડાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ
તા. ૧૧.૦૧.૨૦૨૩ થી તા.૧૭.૦૧.૨૦૨૩ (પંચમહાલ જિલ્લો)
• નવા મોટર વ્હિકલ્સ એક્ટ ૨૦૧૯ના કાયદા વિશે સમજ/જનજાગૃતિ
• સીટ બેલ્ટ તથા હેલ્મેટ બાબતે જાગૃતતા કેમ્પેઈન
• પી.યુ.સી, વીમો અને રિફ્લેક્ટિવ ટેપની જાગૃતિ બાબતે કેમ્પેઈન
• રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને લેન ડ્રાઇવિંગ, મોબાઈલ બાબતે જનજાગૃતિ
•હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતે જન જાગૃતિ કેમ્પેઈન
•મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન, ૨૦૧૭ મુજબ લેન ડ્રાઇવિંગ બાબતે જાગૃતિ
•રોડ સેફટી સબંધિત શેરી નાટકો દ્વારા જનજાગૃતિ
•ગ્રામ્ય કક્ષાએ શાળાઓમાં રોડ સેફ્ટી મેળાઓનું આયોજન
•સ્પીડ ગવર્નર ડિવાઇસની ઉપયોગીતા બાબતે ચેકિંગ અને વાહન માલિક અને ચાલકોમાં સમજ
•શાળા અને કોલેજોમાં નિષ્ણાતો દ્વારા માર્ગ સલામતી સેમિનાર
•સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવતા બાબતના કાયદાની સમજ
•ડ્રાઇવર તાલીમ- ઇંધણ બચાવો બાબતે તકનીકી સમજ, ડ્રાઇવરની અન્ય રોડ ઉપભોક્તા પ્રત્યેની જવાબદારી વિશે સમજ
•રોડ સેફટીના મેસેજ દર્શાવતી પતંગનું વિતરણ
•આરટીઓ ખાતે આંખ તથા આરોગ્યની ચકાસણીનો કેમ્પ.
•શાળા અને કોલેજોમાં માર્ગ સલામતી બાબતે ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝનું આયોજન
•માર્ગ પરના દિશા સૂચક ચિન્હો બાબતે સમજ આપતા સેમિનાર
•મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ટ્રેનરોને તેઓના એસોસિએશનના સહકારથી નિષ્ણાતો દ્વારા તાલીમ
•ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન ફિટનેસ, રીયલ વ્યુ મિરર, મોબાઈલ ઉપયોગ તથા વાહનના દસ્તાવેજ બાબતે સમજ
•સરકારી હોસ્પિટલની બ્લડ બેન્ક/રેડ ક્રોસના સહયોગથી રક્તદાન શિબિર
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.