વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિની સેવા માં વધુ એક વધારો: દાતાના સહયોગથી સબપેટીની સુવિધા
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિની સેવા માં વધુ એક વધારો: દાતાના સહયોગથી સબપેટીની સુવિધા
ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા સતત માનવ સેવાના કાર્યો થઈ રહિયા છે ત્યારે ઘણા જ ટૂંકા ગાળામાંશબવાહીની ની સેવા,ભુખ્યાને ભોજન,જરૂરીયાત મંદોને રાશનકીટ ઉપરાંત મેડિકલને લગતા તમામ સાધનો જેમાં વ્હીલચેર,પલંગ,ગાદલા,લેટરીન ચેર,લાકડી,યુરિન બોક્સ,ઓક્સિજન મશીન ઉપરાંત અંતિમ સંસ્કાર માટે સ્મશાન કીટ કાટિયાની એક પણ રૂપિયો લીધા વિના ચોવીસ કલાક લોકોને સેવા આપવામાં આવે છે તેમજ કોઈ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની ડિપોઝીટ કે ભાડુ લેવામાં આવતું નથી આ ઉપરાંત કોઈપણ દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો એકજ ફોનમાં તેઓ જણાવે તે જગ્યાએ વિનામુલ્યે કોઈપણ જાતની અપેક્ષા વગર ટીફીનની સેવા પૂરી પાડવામાં આવે છે વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના આવા લોકસેવાના કાર્યો જોઈ દાતાઓ તરફથી દાનની સરવાણીઓ અવિરત ચાલુ રહે છે થોડા દિવસો પહેલા જ વિસાવદર રામ મંદિર ચોકમાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં તથા રામજી મંદિર તથા શંકર મંદિર આવેલ છે ત્યાં પાંચ સી.સી.ટીવી.કેમેરા પણ લગાવી પ્રજાના ઉપયોગ માટે ખુલ્લા મુકેલ છે તેમાં વિસાવદર શહેર તથા તાલુકાની જનતાના વિવિધ લોકો દવારા સતત મદદ મળી રહી છે અને દિનપ્રતિદિન સેવા કાર્યોમાં વધારો થઈ રહીયો છે આ ઉપરાંત દરેક ધાર્મિક તહેવારોમાં સરબત વિતરણ જેવા કાર્યો કરવામાં આવે છે તથા ધર્મેન્દ્રભાઈ વિરાણી તથા સુધીરભાઈ વખારીયા દ્વારા પણ ગણપતિ ઉત્સવ સમિતિમાં રહી પોતાના કામધંધા છોડી શબવાહીનીમાં જરૂર પડે ત્યારે ચોવીસ કલાક સેવા આપી રહિયા છે આ સેવા કાર્યોની સુમિતબાગ પરિવાર -રતાગ વાળા સુમિતભાઈ સંજયભાઈ વેકરિયા, તથા સંજયભાઈ છગનભાઇ વેકરિયાને જાણ થતાં તેમના તરફથી સબપેટી એક આપવામાં આવેલ છે જેનું ટુકસમયમાં સબપેટી વિસાવદર માં આવ્યેથી લોકાર્પણ કરવામાં આવશે તેવું ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી,
તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.