દહેગામ તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં ભરાયા
આજે હવામાન ખાતા દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના અનુંસંધાને આજે સમગ્ર દહેગામ તાલુકામાં સવારથી જ આકાશમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું જે બપોર બાદ 2 વાગ્યાંની આસપાસ દહેગામ ના ચેખલાપગી, કંથારપુરા, હાલીસા, વાસણા ચૌધરી, પાટનાકુવા, ઉદણ, રખિયાલ જેવા ગામોમાં ઠંડાપવનના સુસવાટા સાથે માવઠું થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. આ અચાનક મેઘરાજા ના આગમનથી ગામડા વિસ્તારના બાળકો વરસાદી પાણીમાં નાહવાની મોજ લેતા જોવા મળ્યા હતા જયારે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ ઘઉંના ઉભા પાકને લઇ વરસાદી પાણીથી ઘઉંમાં નુકસાન થવાની ભીતિને લઇ ખેડૂતો ચિંતામાં ભરાયા છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.