બાલાસિનોર તાલુકામાં મામલતદાર અને ફોરેસ્ટ ઓફિસ હોવા છતાં લીલા વૃક્ષો નુ ખુલ્લેઆમ નિકદન - At This Time

બાલાસિનોર તાલુકામાં મામલતદાર અને ફોરેસ્ટ ઓફિસ હોવા છતાં લીલા વૃક્ષો નુ ખુલ્લેઆમ નિકદન


બાલાસિનોર આરએફઓ ને ખાલી સરકાર ના પગાર થીજ મતલબ છે સરકારી કામ કરવા માં કોઈ રસ નઈ લાગતો. (બાલાસિનોર ફોરેસ્ટ ખાતા ના કર્મચારીઓ જાણે ઘોર નિંદ્રા માં હોય તેમ લાગે છે

બાલાસિનોર તાલુકાના જેઠોલી તેમજ રૈયોલી સિમમાં થી દરરોજ 3 થી 4 ટ્રેક્ટર ભરેલા લાકડા ભરીને પસાર થાય છે. પરંતુ જાગૃત લોકો તેમજ પત્રકાર દ્વારા માહિતી આપવા છતાં અધિકારીઓ ના પેટમાંથી પાણી નથી હલતું. લાગે છે કે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક તેમની અમીદ્રષ્ટિ બનાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે

બાલાસિનોર તાલુકાની શૉ- મિલોમાં બેરોકટોક લીલા લાકડા ભરીને રાત્રે દરમિયાન વાહનોમાં ઠલવાઈ રહ્યા છે. તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાવ ઉઠી છે. દરરોજ ૨૦ કરતાંયે વધુ ટ્રેક્ટરની ટ્રોલીઓ રાત્રે દરમિયાન બિન્દાસપણે લીલા લાકડા ઓનો વેપલો થઈ રહ્યો છે. જો કે તંત્ર જાણે ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતી હોવાથી સ્થાનિક લોકોમાં જવાબદાર તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
કોઈપણ રોકટોક વગર જોખમી રીતે લીલું લાકડુ વહન કરવામાં આવી રહ્યું છે. જેથી બાલાસિનોર તાલુકામાં વૃક્ષો નામશેષ થઈ જાય તો નવાઈ નહી. લાકડાઓની દિવસ રાત ટૃક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઈ રહી છે. જે બાબત સ્થાનિક વન વિભાગ જાણતું હોવા છતાં કોઈ પગલાં નહી ભરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. બાલાસિનોર તાલુકામાં વર્ષો જૂના વૃક્ષો છે તે આડેધડ કપાઈ રહ્યા છે. ત્યારે હવે ફોરેસ્ટ વિભાગ જાગે અને આવા તત્ત્વો સામે લાલ આંખ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.