વડનગર ને ગૌરવ અપાવનાર પૂજ્ય શ્રી પટેલ શંકરભાઈ પુજીરામ(કાટઇ) દેવલોક પામ્યા છે.
-*વડનગરા પાટીદાર સમાજ*-
આજરોજ વડનગર ને ગૌરવ અપાવનાર પૂજ્ય શ્રી પટેલ શંકરભાઈ પુજીરામ(કાટઇ) દેવલોક પામ્યા છે.
અમદાવાદ ટેક્ષટાઇલ ઉદ્યોગ માં માન્ચેસ્ટર કહેવાતુ તે વખતે અમદાવાદ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ એસોસિયેશન. (ATIRA) માં પ્રશંસનીય સેવાના કારણે ભારત ના ટેક્ષટાઇલ ઉદ્યોગ માં સારી નામના મેળવેલ.તેઓ આસીસ્ટન્ટ ડાયરેક્ટર ની સેવા પછી રિટાયર્ડ થયેલા.તેમને ટેક્ષટાઇલ માં કરેલા સંશોધન બદલ ભારત સરકારે "રાષ્ટ્રપતિ એવોર્ડ"થઈ સન્માનિત કરેલ.
મારી યાદ મુજબ તેઓ ને આશરે ચાલીસ વર્ષ પહેલાં મુંબઈ તથા સાઉથ ની ટેક્ષટાઇલ મીલો તથા ટેક્ષટાઇલ ઇન્સ્ટિટયૂટ ની મુલાકાત માટે આમંત્રણ આપતા હતા.તેમને ગણી બુકો ટેક્ષટાઇલ માટે લખેલી.અમદાવાદ ની પહેલી મીલ ની મશીનરી પરદેશ થી ખંભાત બંદરે લાવવામાં આવી અને ત્યારબાદ અમદાવાદ આવીહતી તેની પણ નોંધ કરેલી.
ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે ગણા પુસ્તકો લખ્યા છે.એક પુસ્તક તો અમેરિકાની ટેક્ષટાઇલ કોલેજ ના કોષૅ માં ભણાવવામાં આવતી.મારે તેમની સાથે વાત થયા મુજબ તેમને કરેલ સંશોધન ની ચાર કે પાંચ પેટન્ટ તેમને નામ હતી.તેમને ડોક્ટરેટ ની ઉપાધી મળેલ.
આજ દિન સુધી પણ તેઓ ભાંડુ કૉલેજ ના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી અને મહેનતથી કૉલેજ નુ નામ અગ્રેસર કરેલ છે.આ ઉપરાંત ગણા સંશોધન કરેલ છે.આતો હુ થોડુક જાણુછું તે લખેલુ છે.
માતાજી તેમના આત્માને શાન્તિ આપે અને તેમના આશિર્વાદ સૌને હંમેશ માટે મળ્યા જ કરે .અમારા સૌ કુટુંબીજનોની ભાવ પૂર્વક શ્રધ્ધાંજલિ:સુરેશભાઈ પટેલ (ભૂત) 🙏🙏🙏💐💐
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.