ડભોઈનાં વસઈ ખાતે નિર્માણ થનાર પાણીની ટાંકી – પાઈપલાઈનનું ધારાસભ્ય શૈલેષ મહેતાનાં હસ્તે ખાતમુહુર્ત
( નિમેષ સોની,ડભોઈ)
ડભોઈ નગર અને તાલુકો સતત વિકાસનાં પંથે આગળ વધી રહયો છે અને સતત વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવી રહયાં છે.
વિધાનસભાની ચૂંટણી સમયે ડભોઈ તાલુકાનાં વસઈ પંથકનાં ગ્રામજનોએ પીવાનાં પાણીની સમસ્યા અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરી હતી. આ રજૂઆતને પરિણામે ધારાસભ્યએ લોકોની આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં અને સત્વરે આ કામ સરકારમાંથી મંજૂર કરાવ્યું હતું.
આજરોજ ડભોઈ તાલુકાનાં વસઈ ખાતે રૂપિયા ૧૪.૫૨ લાખનાં ખર્ચે નિર્માણ થનાર પીવાનાં પાણીની ટાંકી, પંપ મશીન, અને પાણીની પાઈપલાઈનના કામોનું ધારાસભ્ય શૈલેષ મહેતાનાં હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ થતાં વિસ્તારનાં ગ્રામજનોને પીવાનાં પાણીની સમસ્યા રહેશે નહીં તે વાતથી ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
આ પ્રસંગે ધારાસભ્ય સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન અશ્વિનભાઈ પટેલ ( વકી), ગામનાં સરપંચ, પંચાયતનાં સભ્યો, ભાજપનાં વિવિધ હોદ્દેદારો - કાર્યકરો, અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.