સ્વચ્છ જલ સ્વચ્છ મન. સંત નિરંકારી સતસંગ મિશન નું કુંભનાથ તળાવ કાંઠે સ્વચ્છતા અભિયાન યોજાયું
સ્વચ્છ જલ સ્વચ્છ મન. સંત નિરંકારો સતસંગ મિશન નું કુંભનાથ તળાવ કાંઠે સ્વચ્છતા અભિયાન યોજાયું
દામનગર શહેર માં સ્વચ્છ જલ સ્વચ્છ મન અંતર્ગત સંત નિરંકારી સતસંગ મિશન ના સ્વંયમ સેવક નું સ્વચ્છતા અભિયાન દામનગર શહેર ના સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં તળાવ કાંઠે સંત નિરંકારી સતસંગ મંડળ ના સભ્યો દ્વારા સામુહિક સ્વચ્છતા અભિયાન માં દામનગર શહેર માં વસવાટ કરતા સંત નિરંકારી સતસંગ મંડળ ના નેપાળી પરિવારો એ સ્વચ્છ જલ સ્વચ્છ મન હદય સ્પર્શી સૂત્રો સાથે સફાઈ અભિયાન ચલાવ્યું હતું જાહેર જળાશય ના કાંઠે પડેલ પ્લાસ્ટિક નો કચેરો દૂર કરી સુંદર સફાઈ થી કુંભનાથ તળાવ નું ચોખ્ખું ચણાક બનાવ્યું હતું
સંત નિરંકારી મિશન ના સ્વંયમ સેવી ઓ દ્વારા વહેલી સવાર માં વિશાળ તળાવ કાંઠે આપના હાથ જગન્નાથ મોટી સંખ્યા માં સંત નિરંકારી સતસંગ મંડળ ના સભ્યો દ્વારા સફાઈ અભિયાન થી ચકાચક સફાઈ કરાઈ હતી
સ્વચ્છ જલ સ્વચ્છ મન ના સૂત્ર ને સાર્થક કરતી સફાઈ મુહિમ માં ખરેખર સુંદર સફાઈ કરી સુંદર સદેશ આપ્યો હતો જ્યાં ત્યાં ગંદકી ના કરો સ્વચ્છતા ત્યાં પ્રભુતા "આરોગ્ય એ માત્ર શરીર નું જ નહીં પણ આત્મા નું આભૂષણ છે" જાહેર સ્થળો એ સ્વચ્છતા નું આચરણ કરો ઔચિત્ય જળવો ની અપીલ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.