ધંધુકા પુનિતનગર પ્રાથમિક શાળાના ધો.૧ થી ૮ વિદ્યાર્થીઓ ને પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી.
ધંધુકા પુનિતનગર પ્રાથમિક શાળાના ધો.૧ થી ૮ વિદ્યાર્થીઓ ને પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી.
આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણ ના કાયદાઓની સમજ હોવી જોઈએ જે હેતુ થી અમદાવાદ જીલ્લા ના ધંધુકા પુનિતનગર પ્રાથમિક શાળાના શિક્ષક ગણ દ્વારા તમામ બાળકોને આજરોજ ધંધુકા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી. જ્યા પોલીસ સ્ટેશનમાં પી આઈ. આર ડી ગોજીયા અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસ નું શું મહત્વ છે, પોલીસ સમાજને કઇ રીતે ઉપયોગી થાય છે, પોલીસ કાઈ રીતે ભારતના બંધારણીય કાયદાઓનું પાલન કરાવે છે.પોલીસ કાઈ રીતે ગુનેગારોને ઝડપી સમાજમાં થતી ગુનાખોરી ને અટકાવે છે તે વિશે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી હતી.બાળકોને પી.આઈ. આર ડી ગોજીયા દ્વારા તેમના હદય મા રહેલ પોલીસનો ડર દૂર કરી પોલીસને પોતાનો મિત્ર સંકવો તે વિશે જાણકારી આપી હતી. બાળકોને પોલીસ વિભાગના અલગ અલગ વિભાગો વિશે સમજાવાયું હતું અને કોઈ ગુનેગાર ગુનો કરે તે તેને જેલમાં રાખવામાં આવે છે તેના વિશે પૂરી જાણકારી આપી હતી. પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેસ્તા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા. બાળકોને વિસ્તૃત માહિતી આપવા બદલ બંને શાળાના આચાર્યો એ ધંધુકા પોલીસ અને ગુજરાત પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો આ મુલાકાત લઈ ઘણા ખુબ ખુશ થયા હતા.
રીપોર્ટર.: સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.