સ્વચ્છતા હી સેવા 2024 ના ભાગ રૂપે બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અન્વયે ગામની તમામ શેરીઓની સાફ-સફાઈ કરવામાં આવી - At This Time

સ્વચ્છતા હી સેવા 2024 ના ભાગ રૂપે બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અન્વયે ગામની તમામ શેરીઓની સાફ-સફાઈ કરવામાં આવી


તાલુકા વિકાસ અધિકારી બોટાદ ના માર્ગદર્શન મુજબ ઢાંકણીયા ગામે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અન્વયે ગામની તમામ શેરીઓની સાફ-સફાઈ કરવામાં આવી. શેરીઓમાં રહેલા ઉકરડા ગ્રામ પંચાયત દ્વારા ભરાવી તમામ ઉકરડા દૂર કરવામાં આવ્યા જેમાં ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તથા ગામ આગેવાન લાલજીભાઈ જોગરાણા તલાટી કમ મંત્રી અશ્વિનભાઈ ચૌહાણ તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. ગામના તમામ શેરી રસ્તાઓ સાફ સફાઈ કર્યા બાદ ગ્રામસભા યોજવામાં આવી જેમાં મામલતદાર પરમાર સાહેબ તથા વિસ્તરણ અધિકારી SBM શાખા અધિકારી હાજર રહેતા ખૂબ સારા એવા વાતાવરણમાં વિશાળ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું અને સ્વચ્છતા અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.