હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ વોચ દરમ્યાન એક ફોર્ચ્યુનર તથા બે સ્વિફ્ટ ગાડીઓનો પીછો કરી કુલ કિ.રૂ.૨૧,૪૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ - At This Time

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ વોચ દરમ્યાન એક ફોર્ચ્યુનર તથા બે સ્વિફ્ટ ગાડીઓનો પીછો કરી કુલ કિ.રૂ.૨૧,૪૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ


સાબરકાંઠા જિલ્લામાં-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ વોચ દરમ્યાન એક ફોર્ચ્યુનર તથા બે સ્વિફ્ટ ગાડીઓનો પીછો કરી કુલ કિ.રૂ.૨૧,૪૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા........
-----------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓ દ્વારા જીલ્લામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરી નાખવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોઠ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ,સનતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઇ,પ્રહર્ષકુમાર,વિજયભાઇ, પ્રકાશભાઇ,અનિરૂધ્ધસિંહ,ગોપાલભાઇ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કળાજી,રમતુજી વિગેરે એલ.સી.બી, શાખાના પોલીસ સ્ટાફ્ની ટીમ બનાવેલ..

આજરોજ ઉપરોક્ત ટીમના માણસો સરકારી વાહન તથા ખાનગી વાહની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચમાં હતાં તે દરમ્યાન હે.કોન્સ સનતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે *"સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ05JC9333 તથા નંબર વગરની સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં ચાલક ઇસમો રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આર.ટીઓ સર્કલ રોડ તરફ થઇ વિજાપુર રોડ તરફ આવનાર છે.તેમની આગળ એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર RJ27C1597 થી બન્ને ગાડીઓનું પાઇલોટીંગ કરે છે."* જે બાતમી હકીકત આધારે મોજે દેરોલ ગામની સીમમાં ગોગા મહારાજના મંદીર પાસે રોડ ઉપર નાકાબંધી કરી આર.ટી.ઓ સર્કલ તરફથી આવતાં વાહનોની વોચમાં હતાં..

તે દરમ્યાન આર.ટી.ઓ સર્કલ તરફથી ઉપરોક્ત બાતમી મુજબની સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર-RJ27CE1597 તથા તેની પાછળ બીજી એક નંબર વગરની સફેદ કલરની સ્વીફ્ટ ગાડી તથા સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ05UC9333 ની ત્રણેય ગાડીઓ આવતાં ત્રણેય ગાડીઓને રોકવા રોડ બ્લોક કરતાં ગાડીઓના ચાલકો ગાડીઓ પાછી વાળાવી ભગાવતાં ગાડીઓનો પીછો કરતાં ગાડીઓના ચાલકોએ ગાડીઓ નવલપુર ગામની સીમમાં ઉભી રાખી ભાગવા લાગતા પાયલોટીંગ કરનાર સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર-RJ27CE1567 નો ચાલક પકડાઇ ગયેલ અને અન્ય ઇસમો રાત્રીના અંધારાનો લાભ લઇ ખુલ્લા ખેતરોમાં ભાગી ગયેલ હોય સદર પકડાયેલ પાયલોટીંગ કરનાર ઈસમનું નામ પૂછતાં પોતાનું નામ રાકેશકુમાર સ/ઓ કુરાભાઇ જીવાભાઈ ભરાડા ઉ.વ.૩૦ રહે.ક્ડીયાનાળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર,(રાજસ્થાન)નો હોવાનુ જણાવતાં સદર પકડાયેલ ત્રણેય વાહનોમાં જોતાં જેમાં નંબર વગરની સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં જોતાં ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂ/બિયરની બોટલો/ટીનની પેટી નંગ-૩૦,કુલ બોટલો/ટીન નંગ-૫૪૦,કિ.રૂ.૧,૩૪,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ,સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ05UC9333 માં જોતાં ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂ/બિયરની બોટલો/ટીનની પેટી નંગ–૪૪,કુલ બોટલો/ટીન નંગ–૮૫૨,કિં.રૂ.૨,૧૦,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ,સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર RJ27CE1597 માં જોતા કોઇ ગેરકાયદેસર ચીજવસ્તું મળી આવેલ ન હતી..

આમ પ્રોહિ નાકાબંધી દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની બોટલ/ટીન નંગ-૧૩૯૨, કિં.રૂ.૩,૪૫,૩૦૦/-તથા ત્રણેય ગાડીઓની કિ.રૂ.૧૮,૦૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૨૧,૪૫,૩૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી રાકેશકુમાર સ/ઓ પુરાભાઇ જીવાભાઈ ભરાડા ઉ.વ.૩૦ રહે.કડીયાનાળા,તા.ખેરવાડા, જી.ઉદેપુર,(રાજસ્થાન)નાઓને આજરોજના ક.૦૮/૦૦ વાગે અટક કરી આરોપી વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૨૧૦૩૧/૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ-૬૫ એઇ-૮૧,૮૩ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓ જેમાં રાકેશકુમાર સ/ઓ કુરાભાઇ જીવાભાઈ ભરાડા ઉ.વ.૩૦ રહે.કડીયાનાળા,તા.ખેરવાડા, જી.ઉદેપુર(રાજસ્થાન)..

પકડવાના બાકી આરોપીઓ જેમાં દિપક આદીવાસી રહે.ખેરવાડા રાજસ્થાન જેમનું પુરૂનામ સરનામું જણાઇ આવેલ નથી.પાટીયા ઠેકા વાળો જેમનું નામ સરનામું જણાઇ આવેલ નથી.અનીલ દાદુ બરંડા રહે.અનેલા કણબઇ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન (નંબર વગરની સ્વીફ્ટ ગાડીનો ચાલક)ફોર્ચ્યુનર ગાડી નંબર-GJ05JC9333 નો ચાલક જેમનું નામ સરનામું જણાઈ આવેલ નથી.અજાણ્યો ઇસમ જેનું પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી તે વિજાપુરથી આગળ દારૂ ભરેલ ગાડીઓ રીસીવ કરનાર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.