માતાએ કામ કરવા મામલે ઠપકો આપતા યુવતીએ ફીનાઇલ પીધું - At This Time

માતાએ કામ કરવા મામલે ઠપકો આપતા યુવતીએ ફીનાઇલ પીધું


નાણાવટી ચોક પાસે, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ આરએમસી કવાર્ટરમાં રહેતી જયોતીબેન જગદીશભાઇ પરમાર (કોળી) (ઉ.વ.19) તેની માતાએ કામ કરવા મામલે ઠપકો આપતા માઠું લાગી આવતા ફીનાઇલ પી લીધું હતું. જેને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરી હતી. વધુમાં યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, જયોતી સવારથી મોબાઇલ જોતી હોઇ જેને મારી માતાએ મોબાઇલ મુકી રસોઇ બનાવવાનું કહેતા પગલું ભર્યુ હતું.જયોતી પાંચ ભાઇ-બહેનમાં નાની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.