કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે ધોધમાર પોણા બે ઇંચ વરસાદ નિશાળ વાળા ખેતરો અને ગામના વિસ્તારમાં પાણી ભરાયા - At This Time

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે ધોધમાર પોણા બે ઇંચ વરસાદ નિશાળ વાળા ખેતરો અને ગામના વિસ્તારમાં પાણી ભરાયા


કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે સવારે 8:30 થી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો જે 10 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો આ દરમિયાન 44 મીમી થયો હતો
આજે વહેલી સવારથી વરસાદનું વાતાવરણ ઊભું થયું હતું જે શાળા 8:00 વાગ્યાથી શરૂ થયો હતો અને બાદમાં ધોધમાર વરસાદ વર્ષો ચાલુ થયો હતો 10 વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન 44 મીમી (પુણા બે ઇંચ ) વરસાદ નોંધાયો હતો મોસમ નું કુલ વરસાદ 757 મીમી (સાડીસોત્રીસ) થયો હતો આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે તો ગામના નિશાળ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગઈકાલે 12 થી 9 ના રોજ વરસાદ માત્ર પાંચ મીમી થયો હતો પણ ડોળાસા ગામની બગલા વાડી નામની સીમમાં સાંજના ચાર વાગ્યા જોરદાર કડાકા સાથે વીજળી પડતા અહીં જમીન ધરાવતા જીવાભાઇ વલજીભાઈ વામતની ભેંસનું મોત થયું હતું. વીજળી એવી તાકાતથી પડી હતી કે પલક વારમાં ભેંસને સીરી નાખી હતી
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon