માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રાણાવાવ કોલેજમાં ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો - At This Time

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રાણાવાવ કોલેજમાં ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો


ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૨/૦૨/૨૦૨૪
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અને જેસીઆઇ પોરબંદર દ્વારા સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે ટ્રાફિક જાગૃતિ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુ રાબા સાહેબના માર્ગદર્શન હેઠળ જેસીઆઇ પોરબંદર અને પોરબંદર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે સમગ્ર પોરબંદર જિલ્લામાં રોડ સેફટી બાબતે લોક જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે
ગ્લોબલ સ્ટેટ્સ ઓન રોડ સેફટી 2023ના રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓમાં સૌથી વધુ યુવાન વયના લોકોનો સમાવેશ થાય છે તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. આથી રાણાવાવ કોલેજમાં આયોજિત ટ્રાફિક જાગૃતિ માર્ગદર્શન સેમિનારમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, જેસીઆઇ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા, એએસઆઈ ડી.ડી.વાઢીયા, એએસઆઈ કાનાભાઈ જોગલ, હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા, ટીઆરબી સુખદેવભાઈ વગેરેએ વિધાર્થીઓને માર્ગ સલામતી બાબતે જાગૃત બનવા અપીલ કરી અને ટ્રાફિક જાગૃતિ બાબતે ખૂબ જ ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનાર દરમિયાન ટ્રાફિક જાગૃતિનો મેસેજ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની દરેક વિધાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.
આ સેમિનારને સફળ બનાવવા આચાર્યશ્રી કમલેશ બુદ્ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન કોલેજ રાણાવાવના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.