બસસ્ટેન્ડ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો - At This Time

બસસ્ટેન્ડ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો


ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસસ્ટેન્ડ નજીકથી ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલના આમિર સુમરાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા અને જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઢેબર રોડ પર આવેલ બસસ્ટેન્ડ નજીકથી ચોરાઈ મોબાઈલ સાથે આમિર અકબર સુમરા (ઉ.વ.19) (રહે. વોરા કોટડા રોડ,ગોંડલ)ને પકડી તેની પાસેથી રૂ.13 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધું મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવા પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ચોર અમીર અગાઉ પણ મારામારીના અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.