તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ અને તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તુરખા ગામની શાળાના આસપાસના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ/રેડની કામગીરી કરવામાં આવી - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ અને તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તુરખા ગામની શાળાના આસપાસના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ/રેડની કામગીરી કરવામાં આવી


તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ અને તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તુરખા ગામની શાળાના આસપાસના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ/રેડની કામગીરી કરવામાં આવી

તમાકુ કે તમાકુની બનાવટ વહેંચતા ૧૨ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૩ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરાયો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરિયાના નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી આજરોજ ગ્રામ્ય કક્ષાએ તુરખા ગામમાં શાળા પાસે ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી કરવામાં આવી હતી જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૨ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 3 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૩૦૦ નો દંડ વસુલ કરવાની સાથોસાથ વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ, બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં “તમાકુ જીવલેણ છે. તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુ બાજુમાં તમાકુ વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ કરવા સહિતની બાબતો આવરી લેવામાં આવી હતી એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.આર.આર.ચૌહાણ, મેડિકલ ઓફિસર શ્રી ડો.રશ્મીબેન પુનવાની, તાલુકા સુપરવાઈઝરશ્રી મનીષભાઈ બાવળિયા, હેડ કોન્સ્ટેબલ પી.કે.ડોડીયા અને એમ.બી.પરનાલીયા, તુરખા ગામની પી.એચ.સીના સુપરવાઈઝરશ્રી જે.ડી.ચૌહાણ દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.