લખતર તાલુકા ના વણા ગામના ખેડૂતો દ્વારા સ્વંખર્ચઅને જાત મહેનત થી કેનાલ સાફ કરવામાં આવી - At This Time

લખતર તાલુકા ના વણા ગામના ખેડૂતો દ્વારા સ્વંખર્ચઅને જાત મહેનત થી કેનાલ સાફ કરવામાં આવી


લખતર તાલુકાના વણા ગામથી લખતર સરધરા ડેમ અને મોતીસર તળાવમાં ઉમઇ નદીમાં પાણી લાવતી કેનાલ વણા ગામના ગ્રામજનોએ સ્વ ખર્ચે સાફ કરવાની શરૂઆત કરાઈગ્રામજનોના જણાવ્યા મુજબ નાની સિંચાઈ યોજનાના ઇન્ચાર્જ અધિકારી ગામીતિને કરેલ ટેલિફોનિક રજુઆતનું કોઈ પરિણામ નહિલખતર ગામ અને લખતર આદલસર તલવણી ઝમર સહિતના ગામના ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવેલ સરધરા ડેમ અને મોતીસર તળાવ ભરવા માટે વણા ગામ પાસેથી પસાર થતી ઉમઇ નદીમાંથી લખતર સ્ટેટ દ્વારા કેનાલ બનાવવામાં આવી છે આ કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ડીલો ધાસ દાભડો સહિતની જંગલી વનસ્પતિ ઊગી ગઈ છે આથી પાણી નિકાલ બંધ થઈ ગયું છે તેના લીધે ઉમઇ નદી નજીક આવેલ વણા ગામના દેવીપૂજક વાસ સહિતના વિસ્તારમાં પાણી આવી જવાની શક્યતા છે અને ભૂતકાળમાં પાણી આવી ગયેલ છે આથી વણા ગ્રામજનો દ્વારા લખતર નાની સિંચાઈ યોજનાના અધિકારી ગામીતિને ટેલિફોનિક જાણ કરી કેનાલ સાફ કરાવવા વિનંતી કરી હતી પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી આથી ગ્રામજનોએ સ્વખર્ચે મુજર બોલાવી કેનાલમાં ઉગેલ ધાસ દાભડો સહિતની વનસ્પતિ દૂર કરાવવાની શરૂઆત કરી છે આથી નાની સિંચાઈ વિભાગને જે કામગીરી કરવાની હોય તે કામગીરી વણા ગ્રામજનો દ્વારા સ્વ ખર્ચે કરવામાં આવી રહી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.