દિવાળી આવી પણ તંત્ર દ્વારા કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી દાંતા માં અંડર ગ્રાઉન્ડ ગટર લાઇનો ઉભરાતી જોવા મળી
દાંતા
દિવાળી આવી પણ તંત્ર દ્વારા કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી દાંતા માં અંડર ગ્રાઉન્ડ ગટર લાઇનો ઉભરાતી જોવા મળી
દાંતામાં છેલ્લા કેટલાય સમયથી કાયમી ટીડીઓ ના હોવાના કારણે લોકોનાં પ્રાણ પ્રશ્નો હજુ સુધી ઉકેલ્યા નથી અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દાંતા ટીડીઓ અને ગ્રામપંચાયતને આ બાબતની લેખીત મા રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે .અરજદાર દ્વારા ટીડીઓને મૌખિક માં રજુઆત કરવા ગયા ત્યારે તાલુકા પંચાયતના અધીકારીઓ ધ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે જલ્દી હોયતો તમે જાતેજ આ ગટર લાઇન પુરી શકો છો. આમ વહીવટી અઘિકારીઓ ભૂલ્યા ભાન અને લોકો થઈ રહ્યાં છે પરેશાન પણ જવાબદાર તંત્ર તરફથી કોઈજ કાયમી નિકાલ કરવામાં આવેલ નથી.
દાંતા માં અંડર ગ્રાઉન્ડ ગટર લાઇન બનાવવામાં તો આવી પણ સરકાર દ્વારા આનો કોઇ ઉપયોગ જનતા કરી શકે તેવું બાંધકામ કરવામાં આવ્યું નથી.સરકારે બનાવેલી કરોડો રૂપિયાની કિંમતની ગટર લાઇન શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહી છે. ચોક્કસ પણે વાત કરવામાં આવે તો હમણાં જ થોડા સમય પહેલા પીએમ મોદી સાહેબ અંબાજી મુકામે આવ્યા હતા ત્યારે દાંતા માં પણ તેમના આગમને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.તો શું કોઈ અધીકારી અને કોઈ નેતા ઓ આવે તો જ સાફસફાઈ કરવામાં આવે છે,તેઓ પ્રશ્ન જનતા પુછી રહી છે .જે રસ્તા ઉપર અધિકારી અને નેતાઓ ચાલવાના હોય છે તે રોડ રસ્તા ઓની રાત દિવસ સાફ સફાઈ કરવામાં આવે છે અને જે જગ્યાએ પબ્લિક ને રહેવાનું છે ત્યાં તો ગંદકી નું સામ્રાજ્ય છે તે કોઇને દેખાતું નથી આમ આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. દાંતામા કોઈ મોટી અકસ્માતની ઘટના કે કોઈ મોટો રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોની?
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.