વિસાવદર તાલુકા ખીડીયારપરા અલખધામ આશ્રમ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનુ આયોજન.
વિસાવદર તાલુકા ખીડીયારપરા અલખધામ આશ્રમ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનુ આયોજન.
વિસાવદર નજીક આવેલ ખોડિયારપરા ખાતે આવેલ અલખ ધામ આશ્રમમા તારીખ 19/3/23ના રોજ મહંત મંછાગીરી બાપુના સાનિધ્યમા છઠા સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો મહંતો હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્નમા 6 નવ દંપતીએ પ્રભુતામા પગલાં પડ્યા હતા. સાથે બહોળી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા.
કરિયાવરના દાતાઓનું આ તબ્બકે પુષ્પગુચ્છ અને સાલ ઓઢડી સાંન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કેશોદના વતની એવા નિવૃત આર્મી મેન કરણ પુરી લક્ષમણ પુરી ગૌસ્વામી પણ હાજર રહ્યા હતા. જેમને કન્યાદાન પેટે 6 સોનાની કડી આપી હતી.
વર કન્યાને આર્શીવાદ અને શુભેચ્છા આપવા બહોળી સંખ્યામા વડીલો, સામાજિક અગ્રણીઓ,દાતાઓ,સંતો મહંતો હાજર રહ્યા હતા.
મહંત મંછાપુરી બાપુ તરફથી દર વર્ષે આ સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવે છે. જેમાં કન્યાઓને યથા શક્તિ મુજબ કન્યાદાન અર્પણ કરવામાં આવે છે. આ કાર્ય ખરેખર આવા સંતો માટે વંદનીય છે.આ સમૂહ લગ્ન સાથે સાથે એક થેરાપી ફ્રી નિદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવેલ જેમાં જયદીપ ભાઈ, સાગરભાઈ, ખ્યાતિબેન વગેરે મહાનુભાવોએ પોતાની સેવા આપી હતી.
તમામ કાર્યક્રમ તેમજ સ્ટેજ સંચાલન જીતુપુરી બાપુ ભોલેનાથે કર્યું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.