બરવાળાના ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી ૦૨ ગેટ મારફત ૧૧૪૨ ક્યુસેક પાણીનો જથ્થો ઈનફ્લો – આઉટફ્લો કરાયો
રાણપુરની ઉતાવળી- ગુંદા ડેમ સિંચાઈ યોજનાના ડેમમાથી ૦૧ ગેટ મારફત ૨૮૭ ક્યુસેક પાણીનો જથ્થો ઈનફ્લો- આઉટફ્લો કરાયો
ખાંભડા/ ઉતાવળી સિંચાઈ યોજનાના ડેમમાથી છોડાયેલા પાણીના પ્રવાહને લીધે નીચાણવાળા ગામોના લોકોને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
બોટાદના બરવાળા તાલુકાના ખાંભડા પાસેની ઉતાવળી નદી ઉપર આવેલ ખાંભડા સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં તા.૨૩ જુલાઈ, ૨૦૨૩ ને રવિવારના રોજ સવારના ૬:૦૦ કલાકની સ્થિતિએ ૦૨ દરવાજા ૦.૧૫ મીટર ખુલ્લા મુકાયાં છે. ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી ૧૧૪૨ ક્યુસેક પાણીના ઈનફ્લો સામે ૦૨ ગેટ મારફત ૧૧૪૨ ક્યુસેક પાણીનો આઉટફ્લો કરાયો છે.
તેવી જ રીતે રાણપુરની ઉતાવળી-ગુંદા ડેમમાંથી ઉપરવાસમાં પાણીની આવક વધતાં ૦૧ દરવાજો ૦.૦૭૫ મીટર ખુલ્લો મુકતા ૨૮૭ ક્યુસેક પાણીના ઈનફ્લો સામે ૨૮૭ ક્યુસેક પાણીનો આઉટફ્લો કરાયો છે.ગઢડાના માલપરા ડેમનો ૦૧ ગેટ ૦.૬૦ મીટર ખુલ્લો મુકતાં ૨૬૪ ક્યુસેક પાણીનો ઈનફ્લો સામે ૨૬૪ ક્યુસેક પાણીનો આઉટફ્લો કરાયો છે.
બરવાળાના ખાંભડા પાસેની ઉતાવળી નદી અને રાણપુરની ઉતાવળી-ગુંદા ડેમમાંથી ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાથી છોડાયેલા પાણીના પ્રવાહને લીધે નીચાણવાળા ખાંભડા, બરવાળા,બેલા,જુના-નવા નાવડા, ટીંબલા,કુંડળ, ખમીદાણા, વાઢેળા અને અંકેવાળીયા ગામોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.