‘હેલ્લો તમારો નંબર લક્કી કસ્ટમરમાં સિલેક્ટ થયો છે’ તેમ કહી મહિલા સાથે રૂ.92 હજારની છેતરપિંડી
150 ફુટ રોડ પર રત્નમ પ્રાઈડ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને ’તમારો મોબાઈલ નંબર લકડી કમરમાં સિલેક્ટ થયો છે’ તેમ કહી મેનેજરે તેની ઓફીસે બોલાવી કલબમાં મેમ્બર બનાવી ત્રી અને ફોર સ્ટાર હોટલની સુવિધા આપવાના બહાને રૂ. 92 હજારની છેતરપીડી કર્યાની ફરીયાદ નોંધાવતા માલવીયા નગર પોલીસે ગુનો નોંધી એક મહીલાની અટકાયત કરી આરોપીને પકડી લેવા મથામણ કરી છે.
વિગતો મુજબ 150 ફુટ રોડ પર રત્નમ પ્રાઈડ એપાર્ટમેન્ટમાં રહેતા વંદનાબેન પીયુષભાઈ કોઢીયાએ ફરીયાદ નોંધાવી હતી જેમા આરોપી તરીકે 150 ફુટ રોડ મવડી ચોકડી પાસે આર.કે. પાઈમ કલબ ના મેનેજર વિશાલ પરમાર નુ નામ આપ્યુ હતુ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે એક વર્ષ પહેલા ફોન કરી તમને ઈનામ લાગેલ છે અને ઈનામ આજે જ લેવા અમારી ઓફીસે 30 મીનીટનો સમય કાઢી આવવાનુ કહ્યુ હતુ જેથી મારા પતિ ઓફીસે ગયા હતા.
ત્યા રાજસ્થાન,ગોવા ના બેનર લગાવેલા હોય એક સ્ત્રી એ આવી ને વાત કરેલ કે અમે તનીષ્કા વેકેશન ક્લબ ચલાવી છીએ અને અમારા મેનેજર વિશાલભાઈ પરમાર છે. તેમ કહી તે મેનેજર પાસે લઈ ગયા હતા અને તેને ઓલ ઈન્ડીયામાં કોઈ પણ જગ્યાએ ફરવા જવુ હોય તો અમે સારી સુવીધા આપીએ છીએ અને એક વર્ષમાં 6 દિવસ ફરવા માટે લઈ જશું, જે માટે તમારે ક્લબમા મેમ્બરશીપ મેળવવી પડશે જેની ફી રૂ.2.15 લાખ થાય પરંતુ તમે લકકી વિનર છો જેથી 1.25 લાખમાં થઈ જશે તેમ કહી રૂ. પ00 ટોકન પેટે લઈ બીજા દિવસે એક શખશ ઘરે આવી એગ્રીમેન્ટ ના બહાને એક કાગળમાં સહી કરાવી રૂ.11,500 લઈ તેના એટીએમ કાર્ડને તના મશીનમાં સ્વાઈપ કરી વધુ રૂ.80 હજાર તેને ચીઠ્ઠીમાં લોન લીધાનુ જણાતા હજાર લઈ લેતા અને જે અંગે તેને પુછતા તેને ભુલ થઈ ગઈ હોય કાલે ઓફીસે આવી કેન્સલ કરાવી જવાનું કહેતા ઓફીસે જતા હવે તમારા રૂપીયા પાછા નહીં મળે તેમ કહેતા તેને જે અંગે પોલીસમાં ઠગાઈની ફરીયાદ કરવાનુ કહેતા તમને દિવાળી વેકેસન માં સુવીધા આપવાનું કહ્યું હતું પરંતુ દિવાળી આવી જતા પણ તેને કોઈ મેમ્બરશીપ આપી નથી જેથી તેને અંતે માલવયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.