ભરુચ જિલ્લા નાં નૌગામા ગામના ગ્રામજનો એ સરપંચ સામે રાજકીય ષડયંત્ર ની આશંકા વ્યક્ત કરી... - At This Time

ભરુચ જિલ્લા નાં નૌગામા ગામના ગ્રામજનો એ સરપંચ સામે રાજકીય ષડયંત્ર ની આશંકા વ્યક્ત કરી…


ભરુચ જિલ્લા નાં નૌગામા ગામના ગ્રામજનો એ સરપંચ સામે રાજકીય ષડયંત્ર ની આશંકા વ્યક્ત કરી...

જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી સરપંચ નો મોબાઈલ બંધ હોય અપ્રિય ઘટના નો ડર .....

નૌગામા ગામના સરપંચ વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચી ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કરી સરપંચ ગુમ હોવા બાબતે ચિંતા પણ વ્યક્ત કરી છે..

નૌગામ નાં ગ્રામજનો એ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્ર મા જણાવ્યું છે કે ગામ મા સંયુક્ત ભાગીદારી ની મિલકત છે . જેમાં શૈલેષભાઇ સુભાષભાઇ વસાવા , રાકેશભાઈ સુભાષભાઇ વસાવા તથા એક મહિલા આશાબેન શૈલેષભાઈ વસાવા એ માટી ચોરી કરીને વેચી દીધેલ છે . જેના અંદાજીત રૂ. પાંચ લાખ પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા થાય છે . જેમના પિતાનો એકજ ભાગ લાગતો હોવા છતાં 7 ભાગીદારો ને એક પણ રૂપિયો આપ્યા વગર ચાઉં કરી ગયેલ છે . જે કારણે 7 ભાગીદારો એ સરપંચ સદેવ ભાઈ વસાવા પાસે ન્યાય ની માંગણી માટે ગયેલ હતા અને પોતાનો ભાગ અપાવે તેવી રજૂઆત મૌખિત રીતે કરી હતી .જેથી સરપંચે તમામ ભાગીદારો લઇને ઉપરોક્ત ત્રણ ઇસમો પાસે તેમના લારી ગલ્લા પાસે ગયા હતા સરપંચે તમામના ભાગ આપવાની વાત કરતા આશાબેન શૈલેષભાઈ વસાવા તથા શૈલેષભાઈ સુભાષભાઈ વસાવા એ સરપંચ સાથે ગાળા - ગાળી કરી અપશબ્દો કહ્યા હતા. તથા તમામ 7 ભાગીદારો ને પૈસા નો ખચ આપવો ન પડે તે માટે તારીખ . 23/06/2022 નાં રોજ ખોટી ફરિયાદ દાખલ કરી જ્યાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે દાખલ થઈ ગયેલ હતા . અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન માં જે ફરિયાદ દાખલ કરી તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે . કારણ કે 6 વાગ્યા ની આસપાસ જાહેર રસ્તા ઉપર થયેલ બોલાચાલી ને આ આશાબેન શૈલેષભાઈ વસાવા તથા શૈલેષભાઈ સુભાષભાઇ વસાવાએ બીજું રૂપ આપી ને પોલીસ સામે પ્રસ્તુત કરી હતી જ્યારે આ ઘટના બની ત્યારે અમારા ગામના આશરે 80 – 100 માણસો જગ્યા ઉપર હાજર હતા . આ ષડયંત્ર રાજનીતિ થી પ્રરિત હોય સરપંચ નાં ગામના જ રાજકીય વિરોધીઓ જેવા ના સપોર્ટ થી થયેલ છે . ગ્રામજનો ને ડર એ વાતનો છે કે સરપંચ હાલ ગામમાં હાજર નથી તેમનો મોબાઈલ બંધ આવે છે અને તેના રાજકીય દુશ્મનો તેનો ગેરલાભ નાં ઉઠાવે કારણ કે 2 – 3 વર્ષ પહેલા નજીક નાં અંદાડા ગામ માં સરપંચ ની હત્યા આવી જ રાજકીય દુશ્મની ના લીધે થઈ હતી. ત્યારે જો સરપંચ સાથે કોઈ અપ્રિય ઘટના બનશે તો ઉપરોક્ત તમામ ઈસમો જ જવાબદાર ગણાશે . તેથી આ અંગે તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે....

રિપોર્ટર બહાઉદ્દીન મન્સૂરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.